Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ayodhya Fake Sweet: સરકારે Amazon ને રામ મંદિરના પ્રસાદને લઈને આપી ચેતવણી

Ayodhya Fake Sweet: 500 વર્ષ બાદ દેશમાં મહાપર્વનું આયોજન થવા જઈ રહ્યું છે. એટલે કે.... Ayodhyaમાં 22 જાન્યુ. સોમવારના રોજ નિર્માણ થયેલા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ યોજાવાનો છે. ત્યારે આ પ્રસંગને કારણે Ayodhyaને ભારત સરકાર દ્વારા અભેદ સુરક્ષા તૈયાર...
05:12 PM Jan 20, 2024 IST | Aviraj Bagda
Govt issues warning to Amazon over Ram Mandir prasad

Ayodhya Fake Sweet: 500 વર્ષ બાદ દેશમાં મહાપર્વનું આયોજન થવા જઈ રહ્યું છે. એટલે કે.... Ayodhyaમાં 22 જાન્યુ. સોમવારના રોજ નિર્માણ થયેલા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ યોજાવાનો છે. ત્યારે આ પ્રસંગને કારણે Ayodhyaને ભારત સરકાર દ્વારા અભેદ સુરક્ષા તૈયાર કરવામાં આવી છે.

તો બીજી તરફ આ સમયનો લાભ લેતા દેશમાં લોકોને વિવિધ રીતે છેતરવામાં આવી રહ્યા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં આવી કેટલીક છેતરપિંડી વિશે જણવામાં આવ્યું હતું. Amazon પર રામ મંદિર પ્રસાદના નામે મીઠાઈઓ વેચાતી હોવાની પણ માહિતી મળી હતી. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ આ અંગે Amazon ને નોટિસ પાઠવી હતી.

CCPA એ આ નોટિસ 'Ayodhya રામ મંદિર પ્રસાદ' ના નામે વેચાતી મીઠાઈઓ માટે જારી કરી હતી. CCPA એ CAIT ની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરી હતી. Amazon Platform પરથી રામ મંદિર પ્રસાદની યાદી હટાવી દેવામાં આવી છે. તેમજ વેચાણ કરનાર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રામ મંદિરના પ્રસાદના નામે મિઠાઈઓ વેચાઈ રહી છે

Center Consumer Production Authority એ રામ મંદિર પ્રસાદના નામે વેચાતી મીઠાઈઓ અંગે નોટિસ જારી કરી હતી. આ માટે CCPA એ Amazon પાસેથી 7 દિવસમાં જવાબ માંગ્યો હતો. CCPA એ કહ્યું હતું કે જો જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો Platform સામે ગ્રાહક સુરક્ષા કાયદાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Ayodhya Fake Sweet

Ayodhya માં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે. CCPA નોટિસના જવાબમાં, એમેઝોને કહ્યું હતું કે, 'અમને CCPA તરફથી તમારા Platform પર કેટલાક વિક્રેતાઓ તેમના ઉત્પાદનો વિશે ગેરમાર્ગે દોરનારા દાવાઓ વિશે ફરિયાદ મળી છે.' તેમણે કહ્યું કે અમારી નીતિ મુજબ, અમે આવી કોઈપણ નકલી સૂચિ સામે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ.

અનેક પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે

રામ મંદિરના નામે અનેક પ્રકારના કૌભાંડો જોવા મળી રહ્યા છે. Scammers રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને VIP એક્સેસના મેસેજ મોકલીને પણ લોકોને ફસાવી રહ્યા છે. આ માટે Scammers APK ફાઇલને WhatsApp મેસેજ તરીકે મોકલી રહ્યાં છે. આવી ફાઇલ ડાઉનલોડ કરવાને કારણે તમારો ફોન હેક થઈ શકે છે.

આ સિવાય ઘણા યુઝર્સને QR કોડ મોકલવામાં આવી રહ્યા છે. આ QR કોડ રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે મોકલવામાં આવી રહ્યા છે. યુઝર્સને આ QR કોડ સ્કેન કરીને મંદિરના નામે દાન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ મામલે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ આવી કોઈ દાન યોજના શરૂ કરી નથી.

આ પણ વાંચો: AYODHYA : રામ લલાની ખુલ્લી આંખો અંગે મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે…..

Tags :
AmazonAyodhyaayodhya ram mandirfakeGovermentGujaratGujaratFirstNationalram mandirRam PrasadscammersScheme
Next Article