Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ram mandir: ‘74% મુસ્લિમો અયોધ્યા રામ મંદિરના નિર્માણથી ખુશ’ મુસ્લિમ રાષ્ટ્રીય મંચે કહ્યું...

Ram mandir: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા શનિવારે એક દાવો કરવામાં આવ્યો છે કે, દેશના મોટા ભાગના મુસલમાનોનું માનવું છે કે, ભગવાન રામ દરેકના છે અને તે લોકોએ અયોધ્યામાં રામ મંદિરના પક્ષમાં પોતાની રાય પણ આપી છે....
12:22 PM Jan 14, 2024 IST | VIMAL PRAJAPATI
Ram Mandir

Ram mandir: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા શનિવારે એક દાવો કરવામાં આવ્યો છે કે, દેશના મોટા ભાગના મુસલમાનોનું માનવું છે કે, ભગવાન રામ દરેકના છે અને તે લોકોએ અયોધ્યામાં રામ મંદિરના પક્ષમાં પોતાની રાય પણ આપી છે.

ગુજરાતના એક ધાર્મિક ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે કે, MRM દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે લઘુમતી સમુદાયના સભ્યો એવું ચાહે છે કે, તથાકથિત ઉલેમા, મૌલાના અને વિપક્ષી નેતાઓ જે ઇસ્લામના નામે રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેના સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવવો જોઈએ.

મોદી સરકારની તરફેણમાં આપી પોતાની રાય

MRM ના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારની આગેવાનીમાં એમઆરએસે સર્વેક્ષણ દ્વારા કહ્યું કે, 74 ટકા જેટલા મુસ્લિમ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને ખુશ છે. એટલું જ નહીં પરંતુ આ સર્વેક્ષણમાં 72 ટકા મુસલમાનોએ તો મોદી સરકારની તરફેણમાં પોતાની રાય આપી હતી. તે સિવાય વાત કરવામાં આવે તો આમાં 26 ટકા જેટલા મુસ્લિમો એવા હતા જેમને મોદી સરકાર પણ કોઈ ભરોસો નથી અને તેમના પર ધાર્મિક કટ્ટરતાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ પણ વાંચો: ‘પીએમ દ્વારા મંદિરનું ઉદ્ઘાટન એ ન્યાય અને સેક્યુલરિઝમની હત્યા’, Ram Mandir પર મૌલાનાનો બફાટ

આ સર્વેક્ષણમાં 10,000 લોકોએ ભાગ લીધો

MRM એમઆરએમએ પાછળથી કહ્યું, ‘આયુર્વેદ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ' તરફથી'રામ જન સર્વેક્ષણ' દ્વારા દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં 10,000 લોકો ભાગ લીધો હતો.’

મુસ્લિમો પણ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ટામાં જશે

ગયા અઠવાડિયે, એમઆરએમ 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પછી મંદિરની મુલાકાત લેવા માટે અયોધ્યા જશે જે એક પદયાત્રા હશે. આ કાર્યક્રમને લઈને એમઆરએમના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય અને પ્રવક્તા શાહિદ સઈદે કહ્યું હતું કે, ‘ભારતના કેટલાય રાજ્યના લગભગ 50 જિલ્લાના મુસ્લિમ સમુદાયના લોકો અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો બાઈક, કાર અને સાયકલ લઈને જવાના છે.’

Tags :
ayodhya ka ram mandirayodhya ram mandirGujarati Newsnational newsram mandir news
Next Article