ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુવતીને ડોક્ટર બનાવવાની લાલચ આપી બગસરાના યુવાને 23 લાખ રૂપિયા ખંખેરી લીધા

સરકારી નોકરીની લાલચ આપતોગાંધીનગરમાં સારા છેડા હોવાનું જણાવતોમોટાભાગે આરોપી યુવતીઓને નિશાન બનાવતોરાજકોટ (Rajkot) સાયબર ક્રાઈમ પોલીસમાં (Cyber Crime Police) નોકરી આપવાના બહાને છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ નોંધાય હતી ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસ  દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અમરેલી જિલ્લાના બગસરા ખાતે રહેતા તબિયત અભ્યાસ કે વ્યવસાય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને નવા ડોક્ટરની જાળમાં à
10:15 AM Dec 06, 2022 IST | Vipul Pandya
  • સરકારી નોકરીની લાલચ આપતો
  • ગાંધીનગરમાં સારા છેડા હોવાનું જણાવતો
  • મોટાભાગે આરોપી યુવતીઓને નિશાન બનાવતો
રાજકોટ (Rajkot) સાયબર ક્રાઈમ પોલીસમાં (Cyber Crime Police) નોકરી આપવાના બહાને છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ નોંધાય હતી ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસ  દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અમરેલી જિલ્લાના બગસરા ખાતે રહેતા તબિયત અભ્યાસ કે વ્યવસાય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને નવા ડોક્ટરની જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરનાર હાર્દિક અહાલપર (ડૉ.રાજીવ મહેતા)ની રાજકોટ સાયબર ક્રાઇમ ધરપકડ કરી છે.
સરકારી નોકરીની લાલચ
આરોપી સામે હાલ તો 23 લાખની ઓનલાઈન છેતરપિંડી (Fraud) કર્યાની ફરિયાદ નોંધાય છે. પરંતુ વધુ કારસ્તાન રીમાડ દરમિયાન પોલીસને સંભાવના છે. આરોપી દ્વારા ઇસ્ટગ્રામમાં ફેક નામથી ID બનાવી યુવતી સાથે મિત્રતા કરી, ગાંધીનગર તેના સારા છેડા છે કઈ સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. આરોપીએ યુવતી પાસેથી કટકે કટકે 23,35,000 મેળવી છેરપિંડી કરી હોવાનીની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાય હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરે રિમાડ મેળવાન તજવી હાથ ધરી છે.
23.35 લાખની છેતરપિંડી
આરોપીએ યુવતીને વિશ્વાસમાં લઈ અને ભોળવી યુવતી પાસેથી 5 માસના સમયગાળા દરમિયાન સરકારે નોકરીના નામે 4.50, એડમિશન આપવાના નામે 9,75 લાખ અને હોસ્પિટલમાં ભાગીદારી કરાવી આપવાના નામે 7.95 લાખ તથા અન્ય રીતે 1.15 લાખ મળી કુલ 23,35,000ની આરોપીએ યુવતી છેતરપિંડી કર્યાની રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.
ડૉ. રાવજી નામનું બોગસ ઇન્સ્ટા. આઈડી બનાવ્યું
તબીબ ‌ક્ષેત્ર જોડાયેલા છાત્રા તેમજ નવા નવા ડીગ્રી મેળવનાર તબીબોને બાટલીમાં ઉતારવા માટે ધોરણ 12 પાસ હાર્દિકે પોતે ફસાઈ ન જાય તે માટે ડોક્ટર રાજીવ નામનું ફેમ Instagram આઈડી બનાવ્યું હતું અને આ આઈડી મારફતે તબીબો વ્યવસાય કે અભ્યાસ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરતો હતો મોટા ભાગે આરોપી યુવતી નિશાન બનાવતો હતો.
આ પણ વાંચો - જંગલનો રાજા સિંહ ફરી એક વખત પોરબંદર પંથકમાં પરત ફર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsCybercrimeFraudGujaratFirstRAJKOTRajkotPolice
Next Article