રાજકોટના વિપુલ પિત્રોડાએ શા માટે વડાપ્રધાનને લખ્યો પત્ર ? આ પત્રની શું થઈ અસર ?
- રાજકોટ વિપુલ પિત્રોડાની દીકરી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સ્વસ્થ થઈ
- વિપુલ પિત્રોડાએ વડાપ્રધાને લખ્યો પત્ર....આ દેશમાં કોઈ એકલું નથી
- અમારી આસપાસ એક રાષ્ટ્રની તાકાત વ્યાપેલ છે- વિપુલ પિત્રોડા
Rajkot: શહેરના વિપુલ પિત્રોડાની નાની દીકરી ગંભીર બીમારીથી પીડાતી હતી. તેની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરવામાં આવી. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. આ ઉપરાંત વડાપ્રધાનને વિપુલ પત્રોડાએ ખુદ પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
રાજકોટના વિપુલ પિત્રોડાની નાની દીકરીની સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત થતા તેણી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. વિપુલ પિત્રોડા અને તેમનો પરિવાર આ ઘટનાથી બહુ ખુશ છે. જો કે વડાપ્રધાનને વિપુલ પિત્રોડાએ આભાર માનતો પત્ર લખ્યો. જેનો જવાબ આપતા વડાપ્રધાને વળતા પત્રમાં લખ્યું કે, બિમાર બાળકના પિતાની લાચારી કેવી હોય છે?
આ પણ વાંચોઃ Agra: રાણા સાંગાની જન્મજયંતિ પર કરણી સેનાનું રક્ત સ્વાભિમાન સંમેલન, 3 લાખથી વધુ ક્ષત્રિયો રહેશે હાજર
વડાપ્રધાન મોદીનો પત્ર.....
વડાપ્રધાન મોદીને રાજકોટના વિપુલ પિત્રોડાએ પત્ર લખ્યો. વડાપ્રધાનને વિપુલ પિત્રોડાએ લખ્યું કે, પોતાના બાળકોને જીવતા રહેવા માટેનો સંઘર્ષ જોતા પિતાનો ડર અને રાતોની ઊંઘ ઉડાડતી લાચારી કેવી હોય છે. આ પત્ર દ્વારા વિપુલ પિત્રોડાએ પોતાની કૃતઘ્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વ્યકત કરી છે. જેના જવાબમાં વડાપ્રધાને વિપુલ પિત્રોડાને બિમાર બાળકના પિતાની લાચારી અને બિમાર બાળકનો જીવન માટેનો સંઘર્ષ કેવો હોય છે તેનો ઉલ્લેખ કર્યો હતો.
Letters from the PM | No One Stands Alone in India
વિપુલ પિત્રોડાની પ્રતિક્રિયા
રાજકોટના વિપુલ પિત્રોડાની દીકરી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સ્વસ્થ થઈ ગઈ. આ ઉપરાંત વિપુલ પિત્રોડાએ વડાપ્રધાને એક પત્ર લખ્યો. જેમાં બીમાર બાળકના પિતાની મનોસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. આ પત્રથી વિપુલ પિત્રોડા અને તેમના પરિવારજનોએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. તેમની આસપાસ એક રાષ્ટ્રની તાકાત વ્યાપેલ હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચોઃ હનુમાન જયંતિ અને શનિવારનો શુભ સંયોગ! ભૂલશો નહીં આ કામ, બદલાઇ શકે છે તમારી કિસ્મત