Rajkot : મોતની ઘટનાઓને લઈ કટાક્ષ, રંગ બદલવાની હરિફાઇમાં કાચિંડો તંત્ર સામે હારી ગયો!
- સોશિયલ મીડિયામાં કાચિંડાને સુસાઇડ કરતો દેખાડ્યો
- વહીવટીતંત્ર સામે રંગ બદલવામાં કાચિંડો હારી ગયાની પોસ્ટ
- કાચિંડાના ચિત્ર સાથે સુસાઈડ નોટની પોસ્ટ થઇ વાયરલ
Rajkot : રાજકોટમાં મોતની ઘટનાઓને લઈ તંત્ર પર કટાક્ષ કરવામાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં (SocialMedia) કાચિંડાને સુસાઇડ કરતો દેખાડ્યો છે. રંગ બદલવાની હરિફાઇમાં કાચિંડો તંત્ર સામે હારી ગયો! વહીવટીતંત્ર સામે રંગ બદલવામાં કાચિંડો હારી ગયાની પોસ્ટ વાયરલ થઇ રહી છે. કાચિંડાના ચિત્ર સાથે સુસાઈડ નોટની પોસ્ટ વાયરલ થતા લોકોમાં ચર્ચાએ વેગ પકડ્યું છે.
-રાજકોટમાં મોતની ઘટનાઓને લઈ તંત્ર પર કટાક્ષ!
-સોશિયલ મીડિયામાં કાચિંડાને સુસાઇડ કરતો દેખાડ્યો
-રંગ બદલવાની હરિફાઇમાં કાચિંડો તંત્ર સામે હારી ગયો!
-વહીવટીતંત્ર સામે રંગ બદલવામાં કાચિંડો હારી ગયાની પોસ્ટ
-કાચિંડાના ચિત્ર સાથે સુસાઈડ નોટની પોસ્ટ થઇ વાયરલ
-રાજકોટ શહેરમાં એક બાદ એક… pic.twitter.com/tj3EMkIwTz— Gujarat First (@GujaratFirst) April 18, 2025
રાજકોટ ( Rajkot) શહેરમાં એક બાદ એક મોતની ઘટનાઓ બની રહી છે
રાજકોટ ( Rajkot) શહેરમાં એક બાદ એક મોતની ઘટનાઓ બની રહી છે. જેમાં રાજકોટ સિટી બસ અકસ્માતમાં મોડે મોડે તંત્ર જાગ્યું છે. ત્યારે ચાર નિર્દોષ વ્યક્તિના મોત બાદ મનપા તંત્રની આંખ ઉઘડી છે. RMC દ્વારા હવે વિશ્વમ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. ઈલેક્ટ્રીક બસ તેમજ ડ્રાઇવરના ફિટનેસ સર્ટિફિકેટ માટે નોટિસ છે. તેમજ નોટિસ મળ્યાના 3 દિવસમાં સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના અપાઇ છે. સિટી બસચાલકે અડફેટે લેતા 4 લોકોના મોત નીપજ્યા છે. તેમજ રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં રાજકારણ શરૂ થયું છે. જેમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાજપ પર પ્રહાર છે. તેમાં ભાજપના નેતાની સાંઠગાંઠનો ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આરોપ લાગવ્યો છે.
ગુજરાત ગુંડાગિરી અને ભ્રષ્ટાચારમાં ગળાડુબ - કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ
કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ (Congress leader Indranil Rajyaguru) જણાવ્યું છે કે ભાજપના નેતાઓ સાથે કોન્ટ્રાક્ટરોની સાંઠગાઠ છે. સિટી બસમાં ડ્રાઇવરનો કોન્ટ્રાક્ટ વિક્રમ ડાંગરનો છે. તે ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો માણસ છે. જેથી વિક્રમને ખબર છે ખોટું થશે તો કંઇ નહી થાય. અધિકારીઓને જેલમાં પુરીને બાકીનાને બચાવી લેવાય છે. ગુજરાત (Gujarat) ગુંડાગિરી અને ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે.
આ પણ વાંચો: Kutch: વિરોધ કરવાનો પણ કર્મચારીઓને હક નથી, રૂપિયા છે, મોટું નામ છે એટલે Adani ગમે તે કરશે?