Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ કોર્પોરેટરની કોલેજમાંથી પેપર ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ

રાજકોટ (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા ઓક્ટોબરમાં લેવાયેલી બીબીએ તેમજ બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષામાં તા.13ના રોજ બંને કોર્સના પેપર આગલી રાત્રે ફરતા થઇ ગયા હતા. આ મામલે 111 દિવસના અંતે યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બંને પેપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી અને ભાજપના કોર્પોરેટર ડો.નેહલ શુક્લની એચ.એન. શુક્લા કોલેજ ખાàª
ભાજપ કોર્પોરેટરની કોલેજમાંથી પેપર ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ
રાજકોટ (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા ઓક્ટોબરમાં લેવાયેલી બીબીએ તેમજ બી.કોમ. સેમેસ્ટર 5ની પરીક્ષામાં તા.13ના રોજ બંને કોર્સના પેપર આગલી રાત્રે ફરતા થઇ ગયા હતા. આ મામલે 111 દિવસના અંતે યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બંને પેપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી અને ભાજપના કોર્પોરેટર ડો.નેહલ શુક્લની એચ.એન. શુક્લા કોલેજ ખાતેથી ફૂટ્યાનું સામે આવ્યું છે. હાલ એચ. એન. શુક્લા કોલેજના પેપર સ્વીકારનાર કર્મચારી જીગર ભટ્ટ સામે ફરિયાદ નોંધાતા પોલીસે કોલેજના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું હતું કે, કોઈપણ કસૂરવાર ને છોડવામાં નહિ આવે.
ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ
સમગ્ર મામલે ઇન્ચાર્જ કુલપતિ ડો ગિરીશ ભીમાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગત 12 ઓકટોબરના રોજ પેપર ફૂટ્યું હતું. તેમજ કેટલાક લોકો અખબારી માધ્યમની પ્રેસ નોટમાં નાખી આવ્યા હતા. જે બાબતની જાણ ભક્તિનગર પોલીસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કરવામાં આવી હતી. જે તે સમયે તપાસમાં ડીસીપી ક્રાઈમ સહિતનાઓ જોડાયા હતા. ત્યારે ગરતરાત્રે આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
યુનિવર્સિટી ખૂબ ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે
વધુમાં તેમણે જણાવ્યું કે, પેપર ફૂટવાની આ ઘટનાને લઈ યુનિવર્સિટી ખૂબ ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે. અને કોઈપણ જવાબદારોને છોડવામાં આવશે નહીં આ માટે ખાસ તાત્કાલિક અસરથી સિન્ડિકેટની બેઠક બોલાવવામાં આવશે. અને બેઠકમાં નક્કી થયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભૂતકાળમાં આ પ્રકારના બનવામાં જોડાણ અને પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવા સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ફરિયાદનું કહેતા અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. અને પોલીસે તપાસ શરૂ કરી છે. 

ભાજપનાં કોર્પોરેટર અને કોલેજના ટ્રસ્ટી નેહલ શુક્લએ શું કહ્યું
બીજીતરફ ભાજપનાં કોર્પોરેટર અને કોલેજના ટ્રસ્ટી નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, મારી કોલેજમાંથી આ પેપર લીક થયાની જાણકારી હાલ જ મને મળી છે. આ મામલે ટૂંક સમયમાં સંપૂર્ણ વિગતો મેળવી રહ્યો છું. અને વિગતો એકઠી થયા બાદ એકાદ દિવસમાં આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયા સમક્ષ તમામ સાચી હકીકત સામે લાવવામાં આવશે. અને કોલેજના કોઈપણ વ્યક્તિ જવાબદાર જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.