જલારામ બાપા અંગે જ્ઞાનપ્રકાશ સ્વામીની ટિપ્પણીનો મુદ્દો, MLA જયેશ રાદડિયાએ આપી પ્રતિક્રિયા
- જ્ઞાનપ્રકાશ સ્વામીનો જલારામ બાપા વિશે ટિપ્પણીનો મામલો
- જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની પ્રતિક્રિયા
- વિરપુર છે તે ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ : MLA
- આસ્થાના કેન્દ્ર પર કોઈએ વિવાદ ન કરવો જોઈએ: MLA જયેશ રાદડિયા
સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) દ્વારા જલારામ બાપા (Jalaram Bapa) અંગે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ બાપાનાં ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામી વીરપુરમાં (Virpur) આવીને માફી માગે તેવી માગ સાથે રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. દરમિયાન, જેતપુરનાં ધારાસભ્ય જયેશ રાદડિયાની (Jayesh Radadiya) પ્રતિક્રિયા પણ સામે આવી છે.
આ પણ વાંચો - Surat : 10 વર્ષથી મોસ્ટ વોન્ટેડ, 50 હજારનું ઇનામ, નોઇડાથી પકડાયો આસારામનો વફાદાર!
જ્ઞાનપ્રકાશ સ્વામીનો જલારામ બાપા વિશે ટિપ્પણીનો મામલો
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાની પ્રતિક્રિયા
વિરપુર છે તે ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ: MLA
જલારામ બાપાનું સ્થળ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર : MLA
આસ્થાના કેન્દ્ર પર કોઈએ વિવાદ ન કરવો જોઈએ: MLA@ijayeshradadiya #Gujarat… pic.twitter.com/R1tH3M4KcD— Gujarat First (@GujaratFirst) March 5, 2025
આસ્થાનાં કેન્દ્ર પર કોઈએ વિવાદ ન કરવો જોઈએ : MLA જયેશ રાદડિયા
જણાવી દઈએ કે, આ મામલે ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું કે, વિરપુર છે તે ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ છે. જલારામ બાપાનું સ્થળ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આસ્થાનાં કેન્દ્ર પર કોઈએ વિવાદ ન કરવો જોઈએ. ધારાસભ્યે આગળ કહ્યું કે, કોઈપણ ધર્મ, સંપ્રદાય કે સંતોએ વિવાદ ના કરવો જોઈએ. ધારાસભ્ય જયેશ રાદડિયાએ જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે કરેલી ટિપ્પ્ણીને વખોડી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલનાં રિમાન્ડ મંજૂર, ક્રાઇમ બ્રાન્ચે રજૂ કર્યાં મુખ્ય 8 મુદ્દા!
વીરપુરમાં સ્વામીનાં વિરોધમાં સજ્જડ બંધ
નોંધનીય છે કે, જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) ના વિરોધમાં વીરપુરમાં રઘુવંશી સમાજ દ્વારા ઊગ્ર રોષ દાખવવામાં આવ્યો હતો. સ્વામી વીરપુર (Virpur) આવીને દંડવત કરીને માફી માગે તેવી માગી ઊઠી હતી. વીરપુરમાં સ્વામીનાં વિરોધમાં રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) અને બાપાનાં ભક્તો દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી અને બેઠક કરી કાયદાકીય લડત માટે પણ વિચારણા કરાઈ હતી. સાથે જ વીરપુરમાં સજ્જડ બંધ પણ પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Gujarat : આ વખતે હવામાનમાં કાંઈ નવીન થશે, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી