ધર્મસભામાં સાધુ સમાજનો એક સૂર, 10 ઉમેદવારોને ટિકિટ આપો, નહીતર.....
રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત દ્વારા સામૂહિત પિતૃકાર્ય માટે ભાગવત સપ્તાહમાં સાધુ સમાજનું સંમેલન મળ્યું હતું. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સમાજના 10 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો સાધુ સમાજને ટિકિટ નહીં આપવામાં આવે તો વિધાનસભાની 182 સીટ ઉપર સાધુ સમાજના નામો નક્કી કરવામાં આવ્યા છે અને તમામ લોકો ઉમેદવારી નોંધાવશે. તેવુ પણ જણાવવામાં આવ્યું હતું
03:51 PM Nov 02, 2022 IST
|
Vipul Pandya
રાજકોટમાં આપાગીગા ઓટલાના મહંત દ્વારા સામૂહિત પિતૃકાર્ય માટે ભાગવત સપ્તાહમાં સાધુ સમાજનું સંમેલન મળ્યું હતું. જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સમાજના 10 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો સાધુ સમાજને ટિકિટ નહીં આપવામાં આવે તો વિધાનસભાની 182 સીટ ઉપર સાધુ સમાજના નામો નક્કી કરવામાં આવ્યા છે અને તમામ લોકો ઉમેદવારી નોંધાવશે. તેવુ પણ જણાવવામાં આવ્યું હતું.
રાજકિય ગરમાવો આવશે
રાજકોટમાં ચાલી રહેલા આપગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ સોલંકી દ્વારા સામુહિક પિતૃ કાર્ય માટે ભાગવત સપ્તાહમાં સાધુ સંમેલનમાં રાજકીય ગરમાવો આવ્યો. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ સાધુ સમાજ પણ મેદાને આવ્યો છે સાધુ સમાજ દ્વારા માન કરવામાં આવી છે કોઈ વિધાનસભાની ચૂંટણીની અંદર રાજ પક્ષ દ્વારા સાધુ સમાજને 10 ટિકિટ આપવામાં આવે જો ટિકિટ નહીં આપવામાં આવે 182 સીટ નું લિસ્ટ પણ સાધુ સમાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે 182 સીટમાં ચૂંટણી લડવા માટે સાધુ સમાજ છે તે બધાને ઉતરશે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો તો જંગ છે જ હવે સાધુ સમાજ પણ મેદાને આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળશે.
10 ટિકીટ નહી તો સાધુ-સંતોના નામ તૈયાર
આ સિવાય ગઢડા સ્વામી નારાયણ મંદિરના મહંત એસ.પી.સ્વામી દ્વારા જાહેર મંચ પરથી સાધુ સંતો માટે 10 ટિકિટ માંગી તો વડોદરાના જ્યોતીન્દ્રનાથ મહારાજ દ્વારા પણ ટિકિટને લઈ સ્પષ્ટતા કરવામાં આવી. આ કોઈ અમે એકલા નહિ પણ સાધુ સમાજ ગુરુવંદના મંચ પરથી આ નક્કી કરવામાં આવ્યું 10 ટિકિટ માટે નક્કી કરવામાં આવ્યું છે અને દ્વારકા જુના અખાડાના જગત ગુરૂ સૂર્યાચાર્ય દ્વારા પણ મોટી જાહેરાત કરી 10 ટિકિટ નહિ મળે તો 182 સીટ પર સાધુ સંતોના નામો તૈયાર છે ત્યાં અમે ઉમેદવારી કરવા નક્કી કરી નાખ્યું છે.
આ પણ વાંચો - આવતીકાલે ગુજરાતની ચૂંટણી જાહેર થશે, જાણો કેમ
Next Article