Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં કિશોરને બંધક બનાવી 35 લાખથી વધુની લૂંટ, જાણો કોણે આચર્યું આ કૃત્ય

રાજકોટ (Rajkot)માં 150 ફૂટ રીંગ રોડ પર લૂંટ (Robbery)નો ચોંકાવનારો બનાવ બન્યો છે, જેમાં બંગલાના નેપાળી ચોકીદારે  (Watchman) જ તેના સાગરીતોની સાથે મળીને બિલ્ડરના 14 વર્ષના પુત્રને બંધક બનાવીને 35 લાખથી વધની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police)ના ઉચ્ચ અધિકારીઓ સાહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ઉંડી તપાસ શરુ કરી હતી. 14 વર્ષના કિશોરને બંધક બનાવ્યો રાજકોટના 150 ફૂટ રીંગ રોà
રાજકોટમાં કિશોરને બંધક બનાવી 35 લાખથી વધુની લૂંટ  જાણો કોણે આચર્યું આ કૃત્ય
રાજકોટ (Rajkot)માં 150 ફૂટ રીંગ રોડ પર લૂંટ (Robbery)નો ચોંકાવનારો બનાવ બન્યો છે, જેમાં બંગલાના નેપાળી ચોકીદારે  (Watchman) જ તેના સાગરીતોની સાથે મળીને બિલ્ડરના 14 વર્ષના પુત્રને બંધક બનાવીને 35 લાખથી વધની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ (Police)ના ઉચ્ચ અધિકારીઓ સાહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ઉંડી તપાસ શરુ કરી હતી. 
14 વર્ષના કિશોરને બંધક બનાવ્યો 
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રોયલ પાર્ક 7ના માતોશ્રી બંગલામાં રહેતા બિલ્ડર પરિવારના 14 વર્ષના પુત્રને બંધક બનાવીને લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બંગલાના ચોકીદારે જ તેના સાગરીતો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. કિશોરને બંધક બનાવીને ધમકાવવામાં આવ્યો હતો અને 25 લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને 10 લાખ રોકડા મળીને 35 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. 

ઓશિકા ફાડીને તેના કાપડથી બાંધી દીધો
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બંગલામાં કામ કરતા નેપાળી ચોકીદારે તેના 2 સાગરીતોને બંગલામાં રહેતા 14 વર્ષના કિશોરને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. નેપાળી શખ્સે 14 વર્ષના જશ પ્રભાતભાઇ સિંધવને ઓશિકા ફાડી નાખી તેના કપડાંથી બાંધી દઇને બંધક બનાવ્યો હતો. બિલ્ડર પ્રભાતભાઇ દૂધાત પરિવાર સાથે અમદાવાદ ગયા હતા અને તેમનો પુત્ર ઘેર એકલો હતો ત્યારે તેની એકલતાનો લાભ ઉઠાવી બંગલાના નેપાળી ચોકીદારે  તેના 2 સાથદારોને બંગલા પર બોલાવ્યા હતા અને તરુણને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી. બંગલાના ચોકીદારનું નામ અનિલ સોની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 
CCTV ફૂટેજમાં લૂંટારું જોવા મળ્યા
ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-2 સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. CCTV ફૂટેજમાં લૂંટારું જોવા મળ્યા હતા જેથી પોલીસે તેના આધારે તપાસ શરુ કરી હતી.


શંકાસ્પદોના ફોટા પણ મળ્યા 
પોલીસે શંકાસ્પદ શખ્સોના ફોટા પણ મળ્યા છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. 
પોલીસ લૂંટની ઘટના બાદ સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દીધી છે અને શંકાસ્પદ લોકોની તપાસ કરાઇ રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.