રાજકોટ પોલીસનો અનોખો સેવાયજ્ઞ, જાણો શું કર્યું પોલીસે
રાજકોટ પોલીસનો સેવાયજ્ઞદ્વારકા જતા પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા-સલામતી કેમ્પઅકસ્માત નિવારવા જાણો કેવી કરી વ્યવસ્થારાજકોટ તાલુકા પોલીસ મથક પાસે શરૂ કર્યો કેમ..તત્કાળ પી.આઈ.જે.વી.ધોળા શરૂ કરેલ સેવાયજ્ઞ આજે પણ પથાવત..ગુજરાતમાંથી દર વર્ષે ફાગણ મહિનાની પૂનમ ભરવા લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા જતા હોય છે. જેમા રાજકોટ (Rajkot) જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશà
રાજકોટ પોલીસનો સેવાયજ્ઞ
દ્વારકા જતા પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા-સલામતી કેમ્પ
અકસ્માત નિવારવા જાણો કેવી કરી વ્યવસ્થા
રાજકોટ તાલુકા પોલીસ મથક પાસે શરૂ કર્યો કેમ..
તત્કાળ પી.આઈ.જે.વી.ધોળા શરૂ કરેલ સેવાયજ્ઞ આજે પણ પથાવત..
ગુજરાતમાંથી દર વર્ષે ફાગણ મહિનાની પૂનમ ભરવા લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા જતા હોય છે. જેમા રાજકોટ (Rajkot) જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શીશ નમાવવા પહોંચે છે. ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે આ સંઘો દ્વારકા પહોંચે છે. રાજકોટથી દ્વારકા આખા રસ્તે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની સેવા માટેનાં ખાસ કેમ્પ યોજાતા હોય છે. ત્યારે રાજકોટ શહેર પોલીસે પદયાત્રીઓ માટે ખાસ સેવા-સલામતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અકસ્માત નિવારવા માટેની ખાસ વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.
પદયાત્રીઓ માટે સેવા અને સલામતી કેમ્પનું આયોજન
જાણવા મળતી વિગત મુજબ, પગપાળા દ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે આ વખતે રાજકોટ પોલીસ પણ આગળ આવી છે. તેમજ પદયાત્રીઓ માટે સેવા અને સલામતી કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં રહેવા તથા જમવાની સુવિધા, મેડિકલ સુવિધા, ચા–પાણી, ફ્રૂટ તથા જ્યુસ અને સરબતની વ્યવસ્થા, બપોર તથા રાત્રિ દરમિયાન રોકાનાર માટે સુવા-બેસવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં અકસ્માતના બનાવ અટકાવવા માટે સલામતીનું યોગ્ય સૂચન આપવામાં આવે છે. આ ઉપરાંત કેમ્પમાં પદયાત્રીઓને જરૂરિયાત મુજબ મેડિકલ સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ - ડોક્ટરની ટીમ પણ હાજર રાખવામાં આવે છે.
પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને માટે ખાસ વ્યવસ્થા
પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે. અને આ રસ્તા પર વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં હોવાથી રાત્રી દરમિયાન આ પદયાત્રીઓને અકસ્માત નડવાના પણ ઘણા બનાવો સામે આવે છે. અને કેટલાક પદયાત્રીઓ મોતને પણ ભેટે છે. ત્યારે આવા અકસ્માતો અટકાવી શકાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી દરમિયાન ચાલતા પદયાત્રીઓના કપડા તથા સામાન પર રેડિયમ રિફ્લેકટર લગાવવામાં આવે છે. જેથી રાત્રીના અંધારામાં વાહન ચાલકોને આ રેડિયમ રિફ્લેકટર દ્વારા ખ્યાલ આવે કે અહીંયા લોકો ચાલીને જઈ રહ્યા છે.
મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શીશ નમાવવા જતા હોય છે
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શીશ નમાવવા જતા હોય છે. ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે આ સંઘો દ્વારકા પહોંચે છે. રાજકોટથી દ્વારકા આખા રસ્તે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ આ લોકોની સેવા માટે કેમ્પો લગાવતા હોય છે. જેમાં ખાણીપીણીની લઈને સૂવાની સહિતની સુવિધાઓ આપતા હોય છે. માનવામાં આવે છે કે પગપાળા દ્વારકા જતા લોકોની સેવા કરવાથી પુણ્ય મળે છે. જેથી મોટી સંખ્યામાં આખા રસ્તે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને લોકો સેવા કરતા હોય છે. તો હવે રાજકોટ પોલીસ પણ આ સેવાયાજ્ઞ માટે આગળ આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement