Rajkot : જેતપુર પીઠડીયા ટોલનાકા પર લોકલ ચાર્જનો વધારો થતાં લોકોમાં રોષ, આવેદનપત્ર આપ્યું
- Rajkot નાં જેતપુરમાં લોકલ ટોલટેક્સ વધતા ગરમાવો
- પીઠડીયા ટોલ પ્લાઝાનાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો
- જ્યારે લોકલ દર વધારવામાં આવતા લોકોએ વિરોધ નોંધાવ્યો
- પીઠડીયા ટોલ પ્લાઝા પર રૂ. 45 માંથી 35 રૂપિયા કરાયાં
- પરંતુ, લોકલ દરમાં 10 ને બદલે 20 રૂપિયા કરવામાં આવ્યા
રાજકોટ જિલ્લાનાં (Rajkot) જેતપુરનાં પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ દરમાં વધારો કરવામાં આવ્યો છે, જેનાં કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીઠડીયા ટોલ પ્લાઝા (Pithadiya Toll Plaza) દ્વારા રાતોરાત ટોલટેક્સ રૂ. 45 થી ઘટાડીને 35 રૂપિયા કરાયાં છે. જ્યારે, લોકલ દર 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે, જે અંગે વિવિધ સંસ્થાઓ અને વેપારી અગ્રણીઓએ વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું છે અને બે દિવસની અંદર જો લોકલ ટોલ દર ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Junagadh : શ્વાન વચ્ચે આવી જતાં બાઈક સવાર બે પૈકી એક યુવકનું મોત
પીઠડીયા ટોલ પ્લાઝા પર લોકલ દરમાં 10 ને બદલે રૂ. 20 કરાયા
રાજકોટ જિલ્લાનાં (Rajkot) જેતપુરમાં પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, પીઠડીયા ટોલ પ્લાઝા દ્વારા ટોલટેક્સ રૂ. 45 થી ઘટાડીને 35 રૂપિયા કરવામાં આવ્યા. જ્યારે લોકલ દર રૂ. 10 થી વધારીને હવે રૂપિયા 20 કરવામાં આવ્યા છે. આ મામલે, જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ (Jetpur Chamber of Commerce) અને જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન (Jetpur Dyeing and Printing Association) તેમ જ અન્ય સંસ્થાઓ દ્વારા ભારે રોષ વ્યક્ત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલની ઘટનાનાં પડઘા! એકસાથે 440 પોલીસકર્મીઓની બદલીનાં આદેશ
બે દિવસની અંદર લોકલ ટોલ દર ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
સાથે જ એવું પણ જણાવ્યું કે જો બે દિવસની અંદર લોકલ ટોલ દર ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જણાવી દઈએ કે, જેતપુરથી રાજકોટ (Rajkot) વચ્ચે સિક્સલેન રોડ બનાવવાનું કામ હાલ ચાલુ છે. ઠેરઠેર રોડ ખોદી નાખવામાં આવ્યા હોવાથી વાહનચાલકોને સિંગલ પટ્ટીનાં રોડ પર જ વાહન ચલાવવું પડે છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 6 મહિના પહેલા પણ લોકલ ટોલ ચાર્જ વધારો કરવામાં આવતા આંદોલન થયું હતું. ત્યારે હવે ફરી એક વાર મુદ્દો છંછેડાતા વાહનચાલકો અને શહેરનાં લોકોમાં ટોલ પ્લાઝાનાં સંચાલન અને હાઇવે ઓથોરિટી (Highway Authority) સામે ભયંકર રોષ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચો - Valsad : 3 વર્ષની માસૂમને પીંખી નાખનાર નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા