Rajkot : ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા સામે હનીટ્રેપનો મામલે, સામે પક્ષે યુવતીએ પણ નોંધાવી ફરિયાદ
- Rajkot નાં ગોંડલમાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા સામે હનીટ્રેપનો મામલો
- પદ્મિનીબા વાળા સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી
- જે બાદ સામે પક્ષે યુવતીએ પણ છેડતીની વળતી ફરિયાદ નોંધાવી
- તેજલબેન છૈયાએ રમેશભાઈ અમરેલિયા સામે વળતી ફરિયાદ નોંધાવી
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા (Padminiba Vala) સામે હનીટ્રેપની ફરિયાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ વ્યક્તિ દ્વારા પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની (Honeytrap) ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે, હવે સામે પક્ષે યુવતીએ પણ વૃદ્ધ સામે છેડતીની વળતી ફરિયાદ નોંધાવી છે. આ અંગેનો એક સનસનીખેજ વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે ગોંડલ શહેર B ડિવિઝન પોલીસે (Gondal City B Division Police) ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot Accident : સામસામે આવતી બે કાર ધડાકાભેર અથડાઈ, 3 જીવતા ભડથું થયા, 3 ગંભીર
ક્ષત્રિય અગ્રણી Padminiba Vala પર Honey Trap ની ફરિયાદ, હવે શું કરશે Kshatriya Samaj? #Gujarat #PadminibaVala #Padminiba #HoneyTrap #Crime #KshatriyaSamaj #GujaratFirst pic.twitter.com/tq4m2xwFCv
— Gujarat First (@GujaratFirst) April 19, 2025
પદ્મિનીબા વાળા સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી
જણાવી દઈએ કે, ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala), તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે ગઈકાલે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેજલ છૈયા નામની યુવતી દ્વારા પોતાનાં પ્રેમજાળમાં ફસાવી, પૈસાની માંગણી, મકાન પચાવી પાડવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આક્ષેપ ફરિયાદમાં થયો હતો. જો કે, પદ્મિનીબા વાળાએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા.
આ પણ વાંચો - Bhavnagar: 2.5 વર્ષ પહેલા 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારાઈ
સામે પક્ષે યુવતીએ પણ છેડતીની વળતી ફરિયાદ નોંધાવી
આ મામલે હવે સામે પક્ષે યુવતી તેજલબેન છૈયાએ નિવૃત્ત વૃદ્ધ રમેશભાઈ અમરેલિયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં રમેશભાઈએ વીડિયો કોલ પર અવારનવાર બીભત્સ માંગણીઓ કરી હોવાનો આક્ષેપ થયો છે. આ અંગેનો એક સનસનીખેજ વીડિયો પણ સામે આવ્યો છે. ગોંડલ શહેર B ડિવિઝનનાં ઇન્ચાર્જ PI એ.સી. ડામોરે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. પોલીસે (Gondal City B Division Police) સામસામે ફરિયાદ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - VS Hospital : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા