Rajkot : દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર! દારૂડિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ
- Rajkot માં દારૂબંધીની વાતો વચ્ચે દારૂડિયાઓનો આતંક
- હનુમાન મઢી ચોક પાસે આવેલી રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો ત્રાસ
- દારૂડિયાઓ રોજ દારૂ પીને સોસાયટીમાં ધમાલ મચવાતા હોવાનો આક્ષેપ
- દારૂડિયાઓનાં ત્રાસથી મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે
Rajkot : રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, રંગીલા રાજકોટમાં દારૂબંધીનાં કાયદાનાં (Liquor Prohibition Law) ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હનુમાન મઢી ચોક પાસે આવેલી સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે. દારૂડિયાઓ રોજ દારૂ પીને સોસાયટીમાં ધમાલ મચવાતા હોય તેવા આરોપ થયા છે. દારૂડિયાઓનાં ત્રાસથી સોસાયટીની મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે. પોલીસ પણ હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતી હોવાનાં આક્ષેપ લોકોએ કર્યા છે.
આ પણ વાંચો - Kheda : નડિયાદમાં અડધા કલાકમાં જ 3 નાં મોત, મોડી રાતે તપાસનો ધમધમાટ
દારૂડિયાઓ દારૂ પીને ખુલ્લેઆમ ધમાલ મચાવી
રંગીલા રાજકોટમાં (Rajkot) દારૂબંધીનાં કાયદાનાં લીરેલીરા ઉડ્યા છે. દારૂડિયાઓ દારૂ પીને ખુલ્લેઆમ ધમાલ મચાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હનુમાન મઢી ચોક (Hanuman Madhi Chowk) પાસે આવેલી રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક જોવા મળ્યો છે. દારૂડિયાઓ રોજ દારૂ પીને સોસાયટીમાં ધમાલ મચવાતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. સોસાયટીની મહિલાઓનું કહેવું છે કે દારૂડિયાઓનાં ત્રાસથી તેઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. કોઈ કામ અર્થે ઘરની બહાર નીકળવામાં પણ તેમને સંકોચ થાય છે.
આ પણ વાંચો - આજે PM મોદીનો 'Pariksha Pe Charcha' કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ વસ્ત્રાલમાં છાત્રો સાથે કરશે પ્રેરક સંવાદ
'ધારાસભ્ય અને કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નહીં'
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ અંગે ધારાસભ્ય અને કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ MLA દર્શિતાબેન (MLA Darshitaben) અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને આ અંગે ફરિયાદ કરતા તેમણે દારૂડિયાઓનાં ત્રાસથી મુક્તિની બાંહેધરી આપી હતી. પરંતુ, તેમ છતાં દારૂડિયાઓનો આતંક યથાવત છે. આ સાથે સ્થાનિક લોકોએ પોલીસ પર હપ્તા લઈને દારૂનો ધંધો કરવા દેતી હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
આ પણ વાંચો - Gujarat : નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે 3 લોકોના મોતથી ચકચાર