Rajkot : દોઢ મહિનાથી દીકરીનો પત્તો નથી, પોલીસની કામગીરી પર પિતાએ ઉઠાવ્યા સવાલ
- રાજકોટ પોલીસ ફરી એકવાર વિવાદમાં સપડાઈ
- પોલીસ યોગ્ય તપાસ નહીં કરતી હોવાનો આરોપ
- ગૂમ સગીરાની તપાસને લઈને પરિવારે ઉઠાવ્યા સવાલ
રાજકોટમાં એક માતાએ ધ્રૂસકે ધ્રુસકે રડતા બે હાથ જોડીને આજીજી કરી કે મારી સગીર દીકરી જીવે છે કે મરી ગઈ તેની મને ખબર નથી. મારી દીકરીના શું હાલ છે તે હું નથી જાણતી બસ મને મારી દીકરી પાછી આપી દો મેં પોલીસને રાજકારણીઓને પણ હાથ જોડ્યા પણ કોઈ જવાબ દેતું નથી. જો કોઈ ધારાસભ્યની દીકરી ગુમ થયું હોત તો 24 કલાક પણ પોલીસ નો થવા દેત અમે નાના માણસો છીએ એટલે અમને કોઈ જવાબ નથી દેતું.
મારી 17 વર્ષની દીકરીને મનીષ ઉઠાવી લઈ ગયો - પિતા
આમ તો જ્યારે કોઈ નાગરિકને કાયદાકીય મદદની જરૂર હોય તો પોલીસ સ્ટેશન જતા હોય છે જોકે રાજકોટમાં એક પરિવાર પોલીસના ધક્કા ખાઈને થાક્યો અને બાદમાં પત્રકારો સામે પોતાની સગીર દીકરીની ગુમ થવાની વ્યથા ઠાલવી છે. આ પીડીત પરિવારે કહ્યું હતું કે ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીર દીકરી ઘરેથી નાસ્તો લેવાનું કહીને ગુમ થઈ ગઈ હતી. આ પરિવારને આશંકા હતી કે તેમની દીકરીને મનીષભાઈ અઘેરા નામનો યુવાન ભગાડી ગયો છે. ભોગ બનેલી સગીરાના પરિજનો દ્વારા મીડિયા સમક્ષ આપવીતી જણાવી હતી મારી 17 વર્ષની દીકરીને મનીષ ઉઠાવી લઈ ગયો છે. દોઢ મહિનાથી તેનો કોઈ અતોપતો નથી.
મારી દીકરીને ઉઠાવી ગયા બાદ તે યુવક અને તેના પિતા સહિતના ત્રણ લોકો ગાયબ
મારી દીકરીને ઉઠાવી ગયા બાદ તે યુવક અને તેના પિતા સહિતના ત્રણ લોકો ગાયબ છે. ભાજપની સરકાર છે કે દીકરી બચાવો પણ એક પણ નેતા મારી દીકરીને બચવા આવ્યા નથી. અમે વિજયભાઈ રૂપાણી, ડો. દર્શિતા શાહ, હર્ષ ભાઈને ફોન પણ કર્યો, પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી તથા હાઇકોર્ટમાં અમે હેબિયર્સની અરજી દાખલ કરી છે પણ અમારી દીકરીનો કોઈ પત્તો નથી. મુંજકા ચોકીના પીઆઈ કે અન્ય અધિકારો સહયોગ આપતા નથી.
પોલીસની કામગીરી કે સરકારની કામગીરીથી કોઈ સંતોષ નથી
પોલીસની કામગીરી કે સરકારની કામગીરીથી કોઈ સંતોષ નથી. અમારી દીકરી દોઢ મહિનાથી ગાયબ છે અમને કોઈ જાણ નથી. અમે થાકી ગયા છીયે દીકરી બચાવોના નારા જ લાગી રહ્યા છીયે. દીકરીના પિતાએ જણાવ્યું છે કે આ લોકો પાસેથી મારી દીકરી પાછી આપવી દો. અમારી દીકરી ગાયબ થવા પાછળ કોઈ મોટો હાથ છે કા મારી દીકરીનો જીવ જોખમમાં છે. કા મારી દીકરી વેંચી નાખવામાં આવી હોઈ શકે છે. તેમજ પોલીસ દ્વારા કોઈ નક્કર જવાબ મળ્યો નથી. અમારી દીકરી અંગે નિવેદન કરવાની કામગીર જ કરવામાં આવે છે. જેટલા લોકો ઉપર અમને શંકા છે તે લોકોના નામ લખ્યા છે. છોકરાનો ધંધો દારૂ વેંચવા અને અન્ય ગોરખધંધા કરે છે.
આ પણ વાંચો : Golden Gujiya : રૂ. 50 હજાર પ્રતિ કિલોના 'ગોલ્ડન ઘુઘરા', જાણો કયા મળશે