Rajkot : ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ
- ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં
- ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ
- પદ્મિનીબા વાળા તેમ જ તેમના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
- પૈસાની માંગણી, જાનથી મારવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો
- પદ્મિનીબા વાળાએ તેમની વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવ્યા
Rajkot : ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. મહિલા શક્તિ માટેની લડાઈમાં અગ્રસર રહેનારા પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ હનીટ્રેપની (Honeytrap) ફરિયાદ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. એક યુવતી દ્વારા નિવૃત્ત 60 વર્ષીય વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી પૈસાની માંગણી કરવાનો, મકાન પચાવી પાડવાની ધમકી આપ્યા સહિતનાં કાવતરામાં સંડોવણી હોવાનાં આરોપ ફરિયાદમાં થયા છે. આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે (Gondal City B Division Police) કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ પદ્મિનીબા વાળાએ તેમની વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવ્યા છે.
પદ્મિનીબા વાળા તેમજ તેના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા સમાજનાં મહિલા અગ્રણી એવા પદ્મિનીબા વાળા (Padminiba Vala) તેમના નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર પદ્મિનીબા વાળા ચર્ચામાં આવ્યા છે. જો કે, આ વખતે કોઈ નિવેદનનાં કારણે નથી પરંતુ તેમની સામે ગંભીર આરોપો સાથે થયેલી પોલીસ ફરિયાદનાં કારણે ચર્ચામાં આવ્યા છે. માહિતી અનુસાર, પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ છે કે તેજલ છૈયા નામની યુવતી દ્વારા 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પોતાનાં પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો, જેમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આરોપ કરાયો છે.
આ પણ વાંચો - Kutch: અન્યાય સામે લડતા કર્મચારીઓને દબાવવાનો અદાણીનો પ્રયાસ, ધરણા પર બેઠેલ કર્મચારીઓ સામે કરી કાર્યવાહી
પૈસાની માંગણી, જાનથી મારવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો
પોલીસ ફરિયાદ મુજબ, નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવીને (Honeytrap) પૈસાની માંગણી કરવામાં આવી હતી તેમ જ બળજબરીપૂર્વક વૃદ્ધ વ્યક્તિનું મકાન પચાવી પાડવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આરોપ થાય છે. આ સમગ્ર મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતાં પોલીસે પૈસાની માંગણી, જાનથી મારવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar : શું તમે EV વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો આવ્યા ખુશીનાં સમાચાર! વાંચો વિગત
આ પાછળ બીજા તત્વો કામ કરી રહ્યા છે : પદ્મિનીબા વાળા
બીજી તરફ આ મામલે પદ્મિનીબા વાળાનું (Padminiba Vala) પણ નિવેદન સામે આવ્યુ છે. તેમણે તેમની વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, મેં પૈસાની માગણી કરી નથી. પદ્મિનીબા વાળાએ કહ્યું કે, જો તેમની પાસે પુરાવા હોય તો પોલીસ અને મીડિયા સમક્ષ રજૂ કરે. આ એક મોટું ષડયંત્ર છે, જેમાં બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે. જે પણ સત્ય હશે તે આજે નહીં તો કાલે બહાર આવશે. અમે યુવતીને ન્યાય અપાવવા માટે મદદે આવ્યા હતા પરંતુ, અમારી સામે જ ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો - Valsad : સિવિલમાં દવા લેવા આવેલી બે બહેનોનું એક બાદ એક મોત, જુઓ હચમચાવે એવો Video!