ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Rajkot : વર્ષ 2024 માં સિવિલની વિક્રમી 10 લાખથી વધુની OPD, 1.22 લાખ લોકોને ઇન્ડોર સારવાર

રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ 24X7 સતત કાર્યરત રહી દર્દીઓની સેવા કરી રહી છે.
10:41 PM Jan 28, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Rajkot Civil_Gujarat_first main
  1. 1600 બેડની હોસ્પીટલમાં 50 હજારથી વધુ સર્જરી સાથે 1.22 લાખ લોકોને ઇન્ડોર સારવાર (Rajkot)
  2. 35 લાખથી વધુ લેબ ટેસ્ટ, 34 હજારથી વધુ એક્સ-રે કરવામાં આવ્યા
  3. સિવિલમાં આઈ.સી.યુ.ના 205 બેડ સહિત કુલ 1618 બેડની કેપેસીટી
  4. 90 મેડિકલ ઓફિસર્સ, 733 નર્સિંગ સહિત અન્ય 1500 જેટલો સહાયક સ્ટાફ

રાજકોટમાં (Rajkot) સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂરિયાતમંદ લોકોનાં આરોગ્યનાં હિતાર્થે રાજ્ય સરકારનો અભિગમ હંમેશા સંવેદનશીલ રહ્યો છે. આરોગ્યલક્ષી જન સુવિધાર્થે શહેરી, ગ્રામીણ વિસ્તારમાં આધુનિક સાધન સુવિધાનાં વ્યાપ સાથે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહ્યો છે, જેના પૂરક રૂપે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ 24X7 સતત કાર્યરત રહી દર્દીઓની સેવા કરી રહી છે.

રાજકોટ સિવિલ (Rajkot Civil) પ્રતિ વર્ષ અનેક વિક્રમો સ્થાપી રહી છે, જેમાં વર્ષ 2024 માં 10 લાખથી વધુની ઓ.પી.ડી. સારવાર સાથે 1.22 લાખથી વધુ દર્દીઓને ઇન્ડોર સારવાર પુરી પાડી લાઈફલાઈન સાબિત થઈ છે, જેમાં જરૂરી 50 હજારથી વધુ નાની- મોટી સર્જરી પણ સામેલ છે. આ અંગે વિગત આપતા સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ જણાવ્યું છે કે, રાજકોટ શહેર સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી અહીં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર-સુશ્રુષા માટે આવતા હોય છે. અહીં 24 કલાક ઇમર્જન્સી સારવાર ઉપલબ્ધ છે. રોજની સરેરાશ 3 હજારથી વધુની ઓ.પી.ડી. સહીત વર્ષ દરમ્યાન કુલ 10 લાખ 55 હજારથી વધુની ઓ.પી.ડી. રહે છે, જેમાં દર્દીની પ્રાથમિક તપાસ અને જરૂરિયાત મુજબ દવા અને અન્ય સારવાર પુરી પાડવામાં આવે છે. જે પૈકી જરૂરિયાત મુજબ દર્દીઓને રોગની આગળની સારવાર માટે દાખલ કરવામાં આવે છે. વર્ષ 2024 માં 1 લાખ 22 હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી છે, જેમાં વિવિધ શાખામાં થઈ મેજર 14,563 અને માઇનોર 37,705 જેટલી સર્જરી પણ સામેલ છે.

રાજકોટ સિવિલ (Rajkot Civil) ખાતે દર્દીની સારવાર માટે જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે. વર્ષ દરમ્યાન 35 લાખ 75 હજારથી વધુ બ્લડ, યુરીન સહિતનાં લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 34 હજારથી વધારે એક્સ-રે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13,144 સીટી સ્કેન અને 10,404 એમ.આર.આઈ. પણ કરવામાં આવ્યા છે. રાજકોટ સિવિલ સાથે સંલગ્ન ઝનાનાં હોસ્પિટલમાં પ્રસૂતા અને બાળ વિભાગ કાર્યરત છે, જેમાં વર્ષ દરમિયાન 10 હજારથી વધુ પ્રસૂતા મહિલાઓની ડિલિવરી કરવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana) હેઠળ સિવિલ ખાતે 21 હજારથી વધુ દર્દીઓને વર્ષ 2024 માં સારવારનો લાભ મળ્યો છે. અહીં, પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ ખાતે અદ્યતન ઇન્ફ્રાસ્ટક્ચર સાથે સુપર સ્પેશિયાલિટી વિભાગ, ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ સહિત ઇન્ડોર સેવા પુરી પાડવામાં આવે છે.

બેડની વાત કરીએ તો, રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil) ખાતે આઈ.સી.યુ.ની વિવિધ કેટેગરીના કુલ 205 બેડ મળીને સિવિલ ખાતે કુલ 1,118 બેડ જ્યારે મહિલા અને ચાઈલ્ડ વિભાગનાં 500 બેડ મળીને કુલ 1,618 બેડની ઇન્ડોર સારવારની કેપેસીટી છે.

*સિવિલ ખાતે આઈ.સી.યુ. બેડ સુવિધા*

આઈ.સી.સી.યુ 10, એસ.આઈ.સી.યુ. 10, એમ.આઈ.સી.યુ. 10, ન્યુરો આઈ.સી.યુ. 10, પી.આઈ.સી.યુ. 24 એચ.ડી.યુ. 24 27, એન.આઈ.સી.યુ. 90, ઓ.બી.આઈ.સી.યુ. એચ.ડી.યુ 10 14 મળી કુલ આઈ.સી.યુ બેડ 205

*સિવિલ ખાતે સ્પેશિયાલિટી ઉપલબ્ધ સેવાઓ*

ઈમરજન્સી વિભાગ, મેડિસિન વિભાગ, રેડિયોલોજી વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, ગાયનેક વિભાગ, ઈ.એન.ટી વિભાગ, દાંત વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, આંખ વિભાગ, ટી.બી અને ચેસ્ટ વિભાગ, સ્કીન વિભાગ, એનેસ્થેસિયોલોજી વિભાગ, આયુર્વેદિક અને હોમીયોપેથિક (OPD), કસરત વિભાગ

*સિવિલ ખાતે સુપર સ્પેશીયાલીટી સેવાઓ*

પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરો સર્જરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, પીડિયાટ્રિક સર્જરી, નેફ્રોલોજી અને ડાયાલિસિસ, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જરી, ડિસ્ટ્રિકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર

*સિવિલ ખાતે સેવારત તબીબી સ્ટાફ*

સુપર સ્પેશિયાલિસ્ટ 14, સ્પેશિયાલિસ્ટ 273, રેસિડન્ટ 482 ડોક્ટર્સ, 90 મેડિકલ ઓફિસર્સ, 733 નર્સિંગ, અન્ય સહાયક 401 સહીત 1100 થી વધુ સંલગ્ન સ્ટાફ, રાજકોટ સિવિલ ખાતે સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ સારવાર, નિદાનાર્થે આવે છે તેના માટે અનેકવિધ સુવિધાઓ પર્યાપ્ત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) માર્ગદર્શનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનાં (Rushikesh Patel) દિશાનિદર્શનમાં સેવાઓ સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં આ કેમ્પસ અદ્યતન સ્વરૂપે સેવા આપવા કટિબદ્ધ છે.

અહેવાલ : રહીમ લખાણી, રાજકોટ

Tags :
Ayushman Bharat Pradhan Mantri Jan Arogya YojanaBreaking News In GujaratiCM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiPandit Deendayal Upadhyay Civil HospitalRAJKOTRushikesh Patel