Pahalgam Terror Attack : રાજકોટના નિવૃત્ત આર્મી જવાને Gujarat First ને જણાવ્યા વડાપ્રધાનની સ્પીચના સંકેતો
- નિવૃત કેપ્ટન જયદેવ જોશીએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
- PM મોદીના નિવેદનમાં સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા છે: Jaydev Joshi
- સરકાર મોટી કાર્યવાહી કરશે તે સ્પષ્ટ છે: Jaydev Joshi
- PoK અંગે પણ PM મોદીના ઈરાદા સ્પષ્ટ છે: Jaydev Joshi
Pahalgam Terror Attack : ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી મૂકનારા હીચકારી Pahalgam Terror Attack પર રાજકોટના નિવૃત્ત આર્મી જવાન જયદેવ જોશીએ Gujarat First ને પ્રતિક્રિયા આપી છે. જયદેવ જોશી (Jaydev Joshi) એ સરકાર દ્વારા લેવામાં આવી રહેલા એક્શનને સંદર્ભે વાતચીત કરી છે. તેમણે Pahalgam Terror Attack પર વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ની સ્પીચમાંથી જે સંકેતો મળ્યા છે તે પણ જણાવ્યા છે.
PM મોદી સ્પીચના સ્પષ્ટ સંકેત
રાજકોટમા રહેતા નિવૃત્ત આર્મી જવાન જયદેવ જોશીએ Gujarat First ને Pahalgam Terror Attack પર વડાપ્રધાન મોદીએ જે પ્રતિભાવ પોતાની સ્પીચમાં આપ્યા છે. આ સ્પીચના સંકેતો વિષે જયદેવ જોશીએ જણાવ્યા છે. તેમણે Gujarat First ને જણાવ્યું કે, PM મોદીના નિવેદનમાં સ્પષ્ટ સંકેત છે કે સરકાર મોટી કાર્યવાહી કરશે. PoK (Pakistan Occupied Kashmir) અંગે પણ Prime Minister Modi ના ઈરાદા સ્પષ્ટ જણાઈ રહ્યા છે. સરકાર એક્શન લેશે જ, પણ ઉતાવળીયો નિર્ણય નહીં કરે. તમામ વિષયો પર વિચાર કરીને કાર્યવાહી કરવામાં આવશે. ગમે ત્યારે એકશન લેવાય પરંતુ ભારતીય જવાનો તૈયાર જ છે.
આ પણ વાંચોઃ Gujarat: કાશ્મીરમાં પર્યટકો પરનાં આતંકી હુમલાને લઈ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો
સેનાની ત્રણેય પાંખનો યુદ્ધાભ્યાસ
Pahalgam Terror Attack પર રાજકોટમા રહેતા નિવૃત્ત આર્મી જવાન જયદેવ જોશી સાથે Gujarat First એ વાતચીત કરી હતી. આ વાતચીતમાં નિવૃત્ત કેપ્ટન જયદેવ જોશીએ ભારતીય લશ્કરના સંદર્ભે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલણને સ્પષ્ટ કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, ભારત એરફોર્સ, નેવી અને આર્મી કંઈપણ કાર્યવાહી પહેલા આજ પ્રકારે યુદ્ધ અભ્યાસ કરે ત્યારે સમજવાનું કે ક્યારે એકશન લેવાઈ જાય તે નક્કી નથી હોતું. ઉતાવળું પગલું ભરવું એ પણ ચિંતાજનક છે જો કે ભારત સરકાર તમામ વિષયો પર વિચાર કરી રહી છે.
આ પણ વાંચોઃ Surat News : પડતા પર પાટું...હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે કરાયું 12 કરોડનું ઉઠમણું