Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ પણ મળ્યા હતા.
rajnikumar pandya   પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન
Advertisement
  1. પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું નિધન (Rajnikumar Pandya)
  2. 86 વર્ષની જૈફ વયે તેમણે અંતિમ શ્વાસ લીધા
  3. સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અનેક અવોર્ડથી સન્માનિત
  4. ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ તેમને મળ્યા હતા

પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું (Rajnikumar Pandya) નિધન થયું છે. 86 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા છે. રજનીકુમાર પંડ્યા સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અનેક અવોર્ડથી સન્માનિત થયા હતા. વર્ષ 2003 માં કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયો હતો. આ સાથે તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીનાં (Gujarati Sahitya Akademi) પાંચ એવોર્ડ પણ મળ્યા હતા.

આ પણ વાંચો - Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

Advertisement

રજનીકુમારને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા હતા

સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અનેરું યોગદાન આપનાર રજનીકુમાર પંડ્યાનું નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતા. રજનીકુમારને તેમનાં જીવનમાં અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રજનીકુમાર પંડ્યાની (Rajnikumar Pandya) જીવન સફરની વાત કરીએ તો રજનીકુમાર પંડ્યાનો જન્મ રાજકોટ જિલ્લાનાં (Rajkot) જેતપુરમાં થયો હતો. જો કે, તેમનું બાળપણ અમરેલીનાં (Amreli) બીલખામાં વીત્યું હતું. વર્ષ 1959 માં રજનીકુમાર પંડ્યાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કૉમનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ વર્ષ 1966 માં તે જ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

વર્ષ 1977 માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ પ્રકાશિત થયો હતો

રજનીકુમાર પંડ્યાએ વર્ષ 1966-89 દરમિયાન બેન્ક-મેનેજર તરીકે કામ કર્યું હતું. બાળપણથી રજનીકુમાર પંડ્યાને વાંચન-લેખનનો શોખ હતો. વર્ષ 1977 માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘ખલેલ’ પ્રકાશિત થયો હતો. ઝબકાર, મનબિલોરી, ગુલમહોર સહિત લોકપ્રિય કટારો તેમને આપી. ત્યાર બાદ વર્ષ 1985 માં રજનીકુમાર પંડ્યા એ નવલકથા-લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેમણે કોઈ પૂછે તો કહેજો, ચંદ્રદાહ, પરભવના પિતરાઈ, કુંતી સહિત અનેક નવલકથાઓ લખી. જણાવી દઈએ કે, હિન્દી, મરાઠી, તમિળ તથા જર્મન ભાષાઓમાં તેમની વાર્તાઓનાં અનુવાદ પણ થયા છે. એવોર્ડની વાત કરીએ તો ગ્રામપત્રકારત્વ માટે રાજ્ય સરકારનો ઍવૉર્ડ અને સ્ટેટ્સમૅન ઍવૉર્ડ, કુમાર સુવર્ણચંદ્રક, સરોજ પાઠક ઍવૉર્ડ, ધૂમકેતુ ઍવૉર્ડ અને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડથી તેઓ સન્માનિત થયા હતા.

આ પણ વાંચો - RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

Tags :
Advertisement

.

×