Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન, રાજકોટમાં 13 દિવસ સુધી યોજાશે પ્રિ-નેશનલ હોકી કેમ્પ

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની રમત રમાશે. ત્યારે પ્રિ-નેશનલ હોકી કેમ્પમાં 30 મહિલા હોકી ખેલાડીઓનું આગમન થયું છે. ત્યારે આ રમત રમાય તે પહેલા હોકી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.મહત્વનું છે કે, રાજકોટનું મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ જ્યાં 36મી નેશનલ ગેમ્સની હોકીની રમત રમાશે. નેશનલ ગેમ્સ પહેલા અત્યારે ગુજરાત હોકી à
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન  રાજકોટમાં 13 દિવસ સુધી યોજાશે પ્રિ નેશનલ હોકી કેમ્પ
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની રમત રમાશે. ત્યારે પ્રિ-નેશનલ હોકી કેમ્પમાં 30 મહિલા હોકી ખેલાડીઓનું આગમન થયું છે. ત્યારે આ રમત રમાય તે પહેલા હોકી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
મહત્વનું છે કે, રાજકોટનું મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ જ્યાં 36મી નેશનલ ગેમ્સની હોકીની રમત રમાશે. નેશનલ ગેમ્સ પહેલા અત્યારે ગુજરાત હોકી દ્વારા આયોજિત પ્રિ-નેશનલ કેમ્પમાં 30 મહિલા હોકી ખેલાડીઓનું આગમન અહીંયા થયુ છે. જે હોકી ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી રહી છે અને તેમાંથી 18 ખેલાડીઓની પસંદગી થશે, જે નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રિતિનિધિત્વ કરશે. અહીં 10 સપ્ટેમ્બર એટલે કે આવતી કાલથી 13 દિવસ સુધી પ્રિ-નેશનલ હોકી કેમ્પ યોજાશે. 
આ સમગ્ર આયોજન વિશે ગુજરાત હોકી કોચ અને જોઈન્ટ સેક્રેટરીએ કહ્યું કે, હાલમાં નેશનલ ગેમ્સ કે જે અહીં રમાવાની છે તેમા હોકી અને સ્વીમિંગ છે જેને ગુજરાત સરકાર દ્વારા રાજકોટ શહેરને ફાળવેલી છે. બીજું કે નેશનલ ગેમ્સની હોકીની રમત જે આજ ગ્રાઉન્ડ પર રમાવાની છે તો તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા અને હોકી ગુજરાત દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમા ગુજરાત રાજ્યની 30 જેટલી છોકરીઓ અલગ-અલગ જિલ્લાથી આવી છે. 
ગુજરાતમાં વિકસેલા સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર અને સરકારના પ્રયાસોથી રમત-ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધી રહ્યા છે. આવી જ રાજકોટની બે યુવા મહિલા હોકી ખેલાડી એક સમયે નેશનલ રમી હતી અને અત્યારે સમગ્ર ગુજરાતમાંથી "ખેલો ઇન્ડિયા" કાર્યક્રમમાં હોકી મેચ રેફરી તરીકે પસંદગી પામી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેઓ પણ અત્યારે અહીંયા જ પ્રેક્ટીસ કરી રહી છે.
ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સના આયોજનથી રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓનો જુસ્સો વધ્યો છે, અને રમતવીરોએ આ નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે મેડલ જીતવા કમરતોડ મહેનત પણ કરી રહ્યા છે. તમામ તૈયારીઓને પણ સરકાર દ્વારા હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.