Gyan Prakash Swami એ 'શિવરાત્રિ' વ્રત અને 'ચારણ સમાજ' અંગે કરી હતી વિવાદિત ટિપ્પણી!
- જલારામ બાપા પર વિવાદાસ્પદ ટિપ્પણી વિવાદમાં મોટા સમાચાર
- જ્ઞાનપ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વીડિયો આવ્યા સામે!
- સનાતન ધર્મ અંગે પોતાનું 'જ્ઞાન' આપતા સ્વામી જ્ઞાનપ્રકાશનો વીડિયો વાઇરલ
- વીડિયોમાં મહાશિવરાત્રિને લઈને પણ આપ્યું હતું વિવાદિત નિવેદન!
- વર્ષ 2021 માં ચારણ સમાજ વિરૂદ્ધ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
- સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માગવા વીરપુર જશે!
જલારામ બાપા (Jalaram Bapa) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા અને સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામીની (Gyan Prakash Swami Controversy) 'અજ્ઞાન વાણી' નાં એક બાદ એક વીડિયો અને વિવાદ સામે આવી રહ્યા છે. જ્ઞાનપ્રકાશ સ્વામી અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. અગાઉનાં વધુ બે વીડિયો સામે આવ્યા છે, જેમાં એકમાં સ્વામીએ મહાશિવરાત્રિનાં વ્રત અંગે અને અન્ય એક વીડિયોમાં ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ વકર્યો હતો.
Swaminarayan Sadhu on Jalaram Bapa LIVE । Gyan Prakash Swami અહીં આવીને માફી માંગે તો જ ખુલશે દુકાન!
વિરપુર ગ્રામ પંચાયતે આપ્યું બે દિવસનું બંધનું એલાન
યાત્રાધામ વિરપુર આજે અને આવતીકાલે રહેશે બંધ
બે દિવસ સજ્જડ બંધ રહેશે યાત્રાધામ વિરપુર
હોસ્પિટલ અને મેડિકલલ સ્ટોર જેવી સુવિધા… pic.twitter.com/Aq90tSMivt— Gujarat First (@GujaratFirst) March 4, 2025
જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ રઘુવંશી સમાજ આકરા પાણીએ!
જણાવી દઈએ કે, અમરોલી (Amroli) ખાતેની એક સત્સંગ દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા (Jalaram Bapa) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ રઘુવંશી સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વીરપુરમાં રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને વીરપુર (Virpur) આવીને દંડવત કરીને માફી માગે તેવી માગી ઊઠઈ છે. વીરપુરમાં સ્વામીનાં વિરોધમાં રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) અને બાપાનાં ભક્તો દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે રામધૂન બોલાવવામાં આવી હતી અને બેઠક કરી કાયદાકીય લડત માટે પણ વિચારણા કરાઈ હતી.
સજ્જડ બંધનાં નિર્ણય બાદ રઘુરામ બાપા અને પરિવારે વેપારીઓને કરી અપીલ
દરમિયાન આજે અને આવતીકાલે રાજકોટનાં (Rajkot) વીરપુર ખાતે સજ્જડ બંધ રાખવાનો નિર્ણય પણ કરાયો હતો. જો કે, રઘુરામ બાપા અને પરિવારના લોકોએ વેપારીઓને અપીલ કરતા આવતીકાલથી વેપારીઓએ પોતાનાં વેપાર-રોજગાર ખોલવા સંમતિ દાખવી છે. દરમિયાન, જ્ઞાનપ્રકાશ સ્વામીની 'અજ્ઞાન વાણી' નાં બે અન્ય વીડિયો સામે આવ્યા છે.
મહાશિવરાત્રિનાં ઉપવાસનું જ્ઞાન સ્વામિનારાયણે શીખવ્યું હતું : જ્ઞાનપ્રકાશ સ્વામી
અહેવાલ અનુસાર, એક વીડિયોમાં સ્વામી સનાતન ધર્મ અંગે પોતાનું 'જ્ઞાન' આપતા જોવા મળે છે. જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami) વાઇરલ વીડિયોમાં કહે છે કે, 'સનતાન ધર્મને સમજવો હોય તો સ્વામીનારાયણ સંતોને સાંભળો. મહાશિવરાત્રિનાં (Mahashivratri) દિવસે ઉપવાસનું જ્ઞાન સ્વામિનારાયણે શિખવ્યું હતું. એકાદશીનું વ્રત કરવાનું સ્વામિનારાયણ ભગવાને શીખવ્યું હતું.' જણાવી દઈએ કે, 'સનાતન ધર્મની સાચી વ્યાખ્યા' નાં નામે આ વીડિયો ફરતો થયો છે, જેમાં સત્સંગ દરમિયાન સ્વામી જ્ઞાનપ્રકાશ સનાતન ધર્મ અંગે પ્રવચન આપતા નજરે પડે છે. જો કે, વધુ એક વિવાદિત વીડિયોથી સ્વામી જ્ઞાનપ્રકાશની મુશ્કેલીઓ વધી શકે છે.
સ્વામી જ્ઞાનપ્રકાશનો વધુ એક વીડિયો આવ્યો સામે
સનાતન ધર્મ અંગે પોતાનું 'જ્ઞાન' આપતો સ્વામી જ્ઞાનપ્રકાશનો વીડિયો
"સનતાન ધર્મને સમજવો હોય તો સ્વામીનારાયણ સંતોને સાંભળો"
"મહાશિવરાત્રિના દિવસે ઉપવાસનું જ્ઞાન સ્વામીનારાયણે શિખવ્યું"
"એકાદશીનું વ્રત કરવાનું સ્વામીનારાયણ ભગવાને શિખવ્યું"… pic.twitter.com/wpazTjvaEG— Gujarat First (@GujaratFirst) March 4, 2025
આ પણ વાંચો - Virpur: જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માંગવા અલ્ટીમેટમ, જો માફી નહીં માંગે તો...
અગાઉ ચારણ સમાજનાં નાગબાઈ માતાજીને લઈને કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી!
સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan sect) જ્ઞાનપ્રકાશ સ્વામી પોતાની વાણીથી અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે. અહેવાલ અનુસાર, વર્ષ 2021 માં જ્ઞાનપ્રકાશ સ્વામીએ ચારણ સમાજનાં નાગબાઈ માતાજીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે બાદ ચારણ સમાજમાં (Charan Samaj) ઊગ્ર રોષ જોવા મળ્યો હતો. સ્વામી સામે રા માંડલિક અને ચારણ સમાજ વચ્ચેનાં સંવાદને ખોટી રીતે રજૂ કર્યાનો આરોપ થયો હતો. સાથે જ ચારણ સમાજની વ્યક્તિએ રાજા સમક્ષ કરેલું વર્ણન પણ ખોટી રીતે રજૂ કર્યાનો આક્ષેપ થયો હતો. આ વીડિયો વાઇરલ થયા બાદ ચારણ સમાજમાં જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો હતો. ચારણ સમાજનાં લોકોએ જ્ઞાનપ્રકાશ સ્વામીને (Gyan Prakash Swami) માર પણ માર્યો હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
આ પણ વાંચો - જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરનારા Gyan Prakash Swami પર લાલઘૂમ થયા ગિરિશ કોટેચા!
સ્વામીએ વીરપુર જઈ માફી માગવાની તૈયારી દર્શાવી!
જો કે, હવે જલારામ બાપા (Jalaram Bapa) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી હતી. પરંતુ, વીરપુર જઈને માફી માગવાની માગ ઊઠતા હવે સ્વામીએ વીરપુર જવાની તૈયારી પણ દાખવી છે. જ્ઞાનપ્રકાશ સ્વામી માફી માગવા વીરપુર જશે એવી માહિતી સામે આવી છે. અમરોલીનાં (Amroli) એક સ્વામીએ કહ્યું કે 'હા તેઓ માફી માગવા જશે અને રઘુવંશી સમાજની હાજરીમાં માફી માગશે'.
આ પણ વાંચો - Gyan Prakash Swami : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કર્યા બાદ સ્વમીને થયું જ્ઞાન! જાણો શું કહ્યું?