Rajkumar Jat Case : શિફૂજી શૌર્ય ભારદ્વાજ આવ્યા મેદાને, કહ્યું- ક્યાં સુધી બાહુબલી નેતાઓ..!
- ગોંડલનાં Rajkumar Jat Case મામલે મોટા સમાચાર
- ગ્રાન્ડ માસ્ટર શિફૂજી શૌર્ય ભારદ્વાજ આવ્યા મેદાને
- રાજકુમારના પરિવારના સમર્થનમાં આવ્યા શિફૂજી
- બંદૂકના જોરે રાજકુમાર જાટનું અપહરણ કરાયું : શિફૂજી
- "પોલીસને પુરાવાનો નાશ કર્યાનો પરિવારનો આરોપ"
Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકામાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ ભારે વિવાદ સર્જાયો છે. ગુજરાત બાદ રાજસ્થાન (Rajsthan) અને રાજધાની દિલ્હી સુધી આ ઘટનાનાં પડઘા પડ્યા છે. ત્યારે હવે આ કેસમાં ગ્રાન્ડ માસ્ટર શિફૂજી શૌર્ય ભારદ્વાજ (Grand Master Shifuji Shaurya Bhardwaj) મેદાને આવ્યા છે. તેમણે મૃતક રાજકુમાર જાટના પરિવારના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે પોતાની પ્રતિક્રિયામાં ગંભીર આક્ષેપ પણ કર્યા છે.
આ પણ વાંચો - Bhavnagar : બે દિવસ પહેલા થયેલી મારામારીમાં એકનું સારવાર દરમિયાન મોત, વિસ્તારમાં ફરી હિંસા!
બંદૂકનાં જોરે રાજકુમાર જાટનું અપહરણ કરાયું હતું : શિફૂજી શૌર્ય ભારદ્વાજ
ગોંડલમાં (Gondal) રાજકુમાર જાટ કેસમાં હવે ગ્રાન્ડ માસ્ટર શિફૂજી શૌર્ય ભારદ્વાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ગંભીર આક્ષેપો સાથે કહ્યું કે, બંદૂકનાં જોરે રાજકુમાર જાટનું અપહરણ કરાયું હતું. રાજકુમારને ઘરેથી ઉઠાવી ગયા અને ખૂબ ટોર્ચર કરાયું હતું. રાજકુમારનું અકસ્માતે મોત થયું કે ષડયંત્ર રચાયું ? તે એક ગંભીર સવાલ છે. શિફૂજીએ સવાલ કરતા કહ્યું કે, રાજકુમાર જાટના મોત પર કેમ ચર્ચા નથી થતી ? પોલીસ કાર્યવાહી પર પણ તેમણે મોટા સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, 4 માર્ચે મૃતદેહ મળ્યો અને પરિવારને 9 માર્ચે જાણ કરાઈ. પોલીસ સામે પુરાવાનો નાશ કર્યાનો પરિવારનો આરોપ છે.
આ પણ વાંચો - Surat : કાપોદ્રાની હીરા કંપનીના રક્ત કલાકારોની હત્યાનું ષડયંત્ર રચાયુ
પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ સામે કર્યા ગંભીર આક્ષેપ
દરમિયાન, ગ્રાન્ડ માસ્ટર શિફૂજી શૌર્ય ભારદ્વાજે (Shifuji Shaurya Bhardwaj) ગોંડલનાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) સામે પણ આંગળી ચીંધી છે અને જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલનું (Gondal Jadeja) પણ નામ લીધું. તેમણે કહ્યું કે, જયરાજસિંહ અને તેના પરિવારનું નામ કોઈ નથી લેતું. ગણેશ જાડેજા સામે અગાઉ પણ કેસ થઈ ચુક્યા છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ક્યાં સુધી આપણે બાહુબલી નેતાઓનો જુલમ સહીશું ? શિફૂજી શૌર્ય ભારદ્વાજે આગળ કહ્યું કે, UPSC કરીને રાજકુમાર દેશ માટે કંઈક કરવા માંગતો હતો. સેલિબ્રિટી કે નેતા સાથે આવું થયું હોત તો બધા બોલતા પરંતુ, પણ આતો સામાન્ય માણસ છે તેના વિશે કોઈ નહીં બોલે... સામાન્ય માણસનાં જીવની કોઈ કિંમત નથી! તેમણે કહ્યું કે, માત્ર ચૂંટણી ટાણે જ નેતાઓને સામાન્ય માણસની યાદ આવે છે. શિફૂજી શૌર્ય ભારદ્વાજે કહ્યું કે, હું પીડિત પરિવાર સાથે છું. આ સાથે તેમણે આ કેસમાં (Rajkumar Jat Case) CBI તપાસની ઊગ્ર માગ પણ કરી છે.
આ પણ વાંચો - Weather News : ગુજરાતના તાપમાનમાં મોટાપ્રમાણમાં થશે ઘટાડો, જાણો શું છે હવામાન નિષ્ણાતની આગાહી