ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gondal : 'ગણેશ ગોંડલ ધારાસભ્ય બનશે' અલ્પેશ ઢોલરીયાનો લલકાર, BJP નેતાએ આપ્યો સાંકેતિક જવાબ

હવે ભાજપનાં જ નેતા વરૂણ પટેલે (Varun Patel) આડકતરી રીતે અલ્પેશ ઢોલરીયા પર પ્રહાર કર્યા છે
07:28 PM Mar 25, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Gondal_Gujarat_first main 2
  1. ભાજપ નેતા વરૂણ પટેલના આડકતરી રીતે અલ્પેશ ઢોલરીયા પર પ્રહાર! (Gondal)
  2. બાપ સમાન ગણાવી કોઈને પગે પડવું તે વ્યક્તિગત નિર્ણય : વરૂણ પટેલ
  3. ગણેશ ગોંડલને ચૂંટણી લડાવવાની વાતનો પણ આપ્યો સાંકેતિક જવાબ
  4. 2027 માં કોને ક્યાંથી ચૂંટણી લડાવવી તે નિર્ણય મોદી સાહેબના નેતૃત્વમાં થશે

રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન થતાં હાલ મામલો થાળે પડ્યો છે. દરમિયાન, ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં (Gondal Marketing Yard) ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ (BJP) પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા (Alpesh Dholriya) એ ગોંડલની બેઠક પરથી ગણેશ ગોંડલ (Ganesh Gondal) જ ધારાસભ્ય બનશે એવો સીધો લલકાર કર્યો હતો. ત્યારે હવે ભાજપનાં જ નેતા વરૂણ પટેલે (Varun Patel) આડકતરી રીતે અલ્પેશ ઢોલરીયા પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, 2027 માં કોને ક્યાંથી ચૂંટણી લડાવવી તે નિર્ણય મોદી સાહેબના નેતૃત્વમાં થશે.

આ પણ વાંચો - Gandhinagar : વિધાનસભા પહોંચ્યા પૂર્વ નાયબ CM નીતિન પટેલ, કહ્યું - કેટલાક કામગીરી બતાવવા..!

બાપ સમાન ગણાવી કોઈને પગે પડવું તે વ્યક્તિગત નિર્ણય : વરૂણ પટેલ

ભાજપ નેતા વરૂણ પટેલે આડકતરી રીતે અલ્પેશ ઢોલરીયા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, બાપ સમાન ગણાવી કોઈને પગે પડવું તે વ્યક્તિગત નિર્ણય હોય. આ સાથે તેમણે ગણેશ ગોંડલને ચૂંટણી લડાવવાની વાતનો પણ સાંકેતિક રીતે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, વર્ષ 2027 માં કોને ક્યાંથી ચૂંટણી લડાવવી તે નિર્ણય મોદી સાહેબના (PM Narendra Modi) નેતૃત્વમાં થશે. 2027 માં નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે.

આ પણ વાંચો - MLA Kumar Kanani : BJP ધારાસભ્ય કુમાર કાનાણીના ગૃહમાં આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ!

કોઈએ ગોંડલની સીટ પર લાળ ટપકાવવી નહીં : અલ્પેશ ઢોલરીયા

નોંધનીય છે કે, ગોંડલ તાલુકામાં (Gondal) પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન થતાં હાલ મામલો થાળે પડ્યો છે. જો કે, આ દરમિયાન અલ્પેશ ઢોલરિયાનો (Alpesh Dholriya) ગોંડલની બેઠક અંગે સીધો લલકાર કર્યો હતો અને કહ્યું હતું કે, બહારનાં કોઈ ગોંડલની બેઠક પર નજર ન નાખે. અહિંયા ગણેશ ગોંડલ ધારાસભ્ય બનશે. કોઈએ ગોંડલની સીટ પર લાળ ટપકાવવી નહીં. પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે રાજવીકાળથી સંબંધ છે. અહીંયા પાટીદાર સમાજને કોઈ સમસ્યા નથી.

આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ યાર્ડ જતાં ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકો માટે મહત્ત્વનાં સમાચાર

Tags :
Alpesh DholriyaBJPGanesh GondalGondalGUJARAT FIRST NEWSKshatriyas SamajPatidar Samajpm narendra modiRAJKOTTop Gujarati NewsVarun Patel