Gondal : 'ગણેશ ગોંડલ ધારાસભ્ય બનશે' અલ્પેશ ઢોલરીયાનો લલકાર, BJP નેતાએ આપ્યો સાંકેતિક જવાબ
- ભાજપ નેતા વરૂણ પટેલના આડકતરી રીતે અલ્પેશ ઢોલરીયા પર પ્રહાર! (Gondal)
- બાપ સમાન ગણાવી કોઈને પગે પડવું તે વ્યક્તિગત નિર્ણય : વરૂણ પટેલ
- ગણેશ ગોંડલને ચૂંટણી લડાવવાની વાતનો પણ આપ્યો સાંકેતિક જવાબ
- 2027 માં કોને ક્યાંથી ચૂંટણી લડાવવી તે નિર્ણય મોદી સાહેબના નેતૃત્વમાં થશે
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન થતાં હાલ મામલો થાળે પડ્યો છે. દરમિયાન, ગોંડલ માર્કેટિંગ યાર્ડનાં (Gondal Marketing Yard) ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ (BJP) પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા (Alpesh Dholriya) એ ગોંડલની બેઠક પરથી ગણેશ ગોંડલ (Ganesh Gondal) જ ધારાસભ્ય બનશે એવો સીધો લલકાર કર્યો હતો. ત્યારે હવે ભાજપનાં જ નેતા વરૂણ પટેલે (Varun Patel) આડકતરી રીતે અલ્પેશ ઢોલરીયા પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, 2027 માં કોને ક્યાંથી ચૂંટણી લડાવવી તે નિર્ણય મોદી સાહેબના નેતૃત્વમાં થશે.
આ પણ વાંચો - Gandhinagar : વિધાનસભા પહોંચ્યા પૂર્વ નાયબ CM નીતિન પટેલ, કહ્યું - કેટલાક કામગીરી બતાવવા..!
બાપ સમાન કોને માનવા અને કેવી રીતે પગે પડવું 🥺આ દરેક નો વ્યક્તિ ગત નિર્ણય છે.
ભાજપ ૨૦૨૭ માં કોને ક્યાંથી ચૂંટણી લડાવ શે આ નિર્ણય યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વ માં જનમત લઈ ને ભાજપ નું મોવડી મંડળ નક્કી કરશે 🙏
બધેજ નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે💯💐🙏— Varun Patel (@varunpateloffic) March 25, 2025
બાપ સમાન ગણાવી કોઈને પગે પડવું તે વ્યક્તિગત નિર્ણય : વરૂણ પટેલ
ભાજપ નેતા વરૂણ પટેલે આડકતરી રીતે અલ્પેશ ઢોલરીયા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, બાપ સમાન ગણાવી કોઈને પગે પડવું તે વ્યક્તિગત નિર્ણય હોય. આ સાથે તેમણે ગણેશ ગોંડલને ચૂંટણી લડાવવાની વાતનો પણ સાંકેતિક રીતે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, વર્ષ 2027 માં કોને ક્યાંથી ચૂંટણી લડાવવી તે નિર્ણય મોદી સાહેબના (PM Narendra Modi) નેતૃત્વમાં થશે. 2027 માં નિષ્કલંક જનપ્રિય ઉમેદવારો જ આવશે.
આ પણ વાંચો - MLA Kumar Kanani : BJP ધારાસભ્ય કુમાર કાનાણીના ગૃહમાં આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ!
કોઈએ ગોંડલની સીટ પર લાળ ટપકાવવી નહીં : અલ્પેશ ઢોલરીયા
નોંધનીય છે કે, ગોંડલ તાલુકામાં (Gondal) પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન થતાં હાલ મામલો થાળે પડ્યો છે. જો કે, આ દરમિયાન અલ્પેશ ઢોલરિયાનો (Alpesh Dholriya) ગોંડલની બેઠક અંગે સીધો લલકાર કર્યો હતો અને કહ્યું હતું કે, બહારનાં કોઈ ગોંડલની બેઠક પર નજર ન નાખે. અહિંયા ગણેશ ગોંડલ ધારાસભ્ય બનશે. કોઈએ ગોંડલની સીટ પર લાળ ટપકાવવી નહીં. પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે રાજવીકાળથી સંબંધ છે. અહીંયા પાટીદાર સમાજને કોઈ સમસ્યા નથી.
આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ યાર્ડ જતાં ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકો માટે મહત્ત્વનાં સમાચાર