Gondal : સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિપ્રદર્શન, વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર
- Gondal નાં સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિપ્રદર્શન
- જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં કાર્યક્રમનું આયોજન
- પાટીદાર આગેવાનોનું ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન
- અલ્પેશ કથિરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર ગણેશ જાડેજાનાં આકરા પ્રહાર
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં (Gondal) સુલતાનપુર ગામે ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં (Jayrajsinh Jadeja) સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં તેમણે શક્તિપ્રદર્શન કર્યું હતું. ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને પાટીદાર આગેવાનોએ સમર્થન આપ્યું છે. સભામાં ગણેશ જાડેજાએ (Ganesh Jadeja) અલ્પેશ કથિરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા અને ખુલી ચેલેન્જ આપી હતી.
આ પણ વાંચો - VADODARA : UCC અને વક્ફ બીલના વિરોધ પ્રદર્શનના આયોજકો સામે કાર્યવાહીની માંગ
સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ : ગણેશ જાડેજા
ગોંડલ તાલુકાનાં (Gondal) સુલતાનપુરમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં આજે શક્તિપ્રદર્શન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર યુવાનોએ જાડેજા પરિવારને સમર્થન આપ્યું છે. દરમિયાન, સભામાં ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહાર કરી ખુલી ચેલેન્જ ફેંકી હતી. ગણેશ ગોંડલે મોટું નિવેદન આપતા કહ્યું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. અહેવાલ અનુસાર, અલ્પેશ કથિરિયા (Alpesh Kathiria) પર પ્રહાર કરતા કહ્યું હતું કે,'તારા પર 14-14 પાટીદાર દીકરાઓનાં મૃત્યુનું પાપ છે,પહેલા એ ધો પછી ગોંડલ આવજે.'
આ પણ વાંચો - Pahalgam Terror Attack : કેન્દ્ર સરકાર અને PMએ ઘટનાને ગંભીરતાથી લીધી છે: ઋષિકેશ પટેલ
'ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે...'
પ્રાપ્ત અહેવાલ અનુસાર, મેહુલ બોઘરા (Mehul Boghra) પર પ્રહાર કરતા કહ્યું, 'મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે.' ગણેશ ગોંડલે જિગીષા પટેલ (Jigisha Patel) પર પણ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, 'તું તારું ઘર સાચવી નથી શકતી...' આ સાથે તેમણે ચેલેન્જ ફેંકતા કહ્યું કે, 'ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે, માનું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં...' ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં (Surat) ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં એક સભા યોજાઈ હતી, જેમાં મેહુલ બોઘરા,અલ્પેશ કથિરિયા અને જિગીષા પટેલે જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીનાં આક્ષેપો કર્યા હતા. થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજનાં દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે ત્યારે પહેલીવાર ગણેશ જાડેજા (Ganesh Jadeja) દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.
આ પણ વાંચો - Pahalgam Terror Attack : આતંકી હુમલામાં જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે - ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી