Gondal Controversy : મને ઉશ્કેરવા ગયા, પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ - જયરાજ સિંહ
- Gondal Controversy માં જયરાજ સિંહ જાડેજાના આકરા વાકપ્રહાર
- ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે - જયરાજ સિંહ
- ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે - જયરાજ સિંહ
- અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે - જયરાજ સિંહ
Gondal Controversy : ગુજરાતમાં અત્યારે ગોંડલ વિવાદ (Gondal Controversy) માં નવો ફણગો ફુટ્યો છે. જયરાજ સિંહ જાડેજા (Jayraj Sinh Jadeja)એ આ સમગ્ર વિવાદ મુદ્દે નિવેદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. થોડો સમય પહેલા જ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) એ ગોંડલમાં પ્રવેશ કર્યો છે. જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત થયુ છે. રાજુ સખીયા તેમજ પાટીદાર યુવકોએ સ્વાગત કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે.
Jayraj Sinh Jadeja ના આકરા વાકપ્રહાર
ગોંડલ વિવાદમાં જયરાજ સિંહે Alpesh Kathiria સમૂહ પર આકરા વાકપ્રહાર કર્યા છે. જયરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, Gondal ભયમાં છે તે નિવેદન 500 કિમી દૂર બેસીને કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, Gondal ને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું ગોંડલની જનતાએ નામ આપ્યું છે.
આ પણ વાંચોઃ Gondal ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયુ, કાફલા પર હુમલો કરાયો : અલ્પેશ કથીરિયા
Jayraj Sinh Jadeja નો પડકાર
Jayraj Sinh Jadeja એ ગોંડલ વિવાદમાં Alpesh Kathiria ને પડકાર કર્યો છે. તેમણે કહ્યું કે, જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે. જયરાજ સિંહ જાડેજાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. તેમાં તમે અણવર બનીને નહિ વરરાજા બનીને આવજો.
મને ઉશ્કેરવા ગયા, પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ : Jayraj Sinh
Jayraj Sinh એ જણાવ્યું છે કે, બેનર તોડીને અમારા માણસોને ઉશ્કેરવામાં આવ્યા છે. આ Gondal ની જનતાનો આક્રોશ છે. ગોંડલનું શાંત વાતાવરણ આ લોકો બગાડી રહ્યા છે. હું હાઈકમાન્ડને ફરિયાદ કરીશ, કાર્યવાહી થશે. પ્રજાનો આક્રોશ જોઈને ભાગી જ જવું પડે. આ લોકો મને ઉશ્કેરવા ગયા પરંતુ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ.
આ પણ વાંચોઃ Gondal : ગણેશની ચેલેન્જ અને ગબ્બર ગોંડલમાં, માતાનાં ધાવણ મુદ્દે વાતાવરણ ગરમાયુ