Gondal Controversy : અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ વિવાદ મામલે બંને પક્ષ સામે ફરિયાદ
- ગોંડલ ખાતે અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ મામલે બંને પક્ષ સામે ફરિયાદ (Gondal Controversy)
- ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો સામે કારમાં તોડફોડ કાર્યાના આરોપ હેઠળ નોંધાઈ ફરિયાદ
- અલ્પેશ કથીરિયાના સમર્થક અને ચાલક સામે ટોળા પર કાર ચડાવી મનુષ્યવધનાં પ્રયાસ અંગે ગુન્હો નોંધાયો
- પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં આજે અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) અને ગણેશ ગોંડલ (Ganesh Gondal) નાં સમર્થકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ગણેશ ગોંડલનાં પડકાર બાદ આજે અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જિગીષા પટેલ (Jigisha Patel) અને ધાર્મિક માલવીયા સમર્થકો સાથે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન, ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા તેમનો વિરોધ કરી ગાડીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી તરફ ગણેશ ગોંડલનાં સમર્થકો પર કાર ચઢાવી હોવાનાં આરોપ થયા છે. આ મામલે પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો - Gondal Controversy : અલ્પેશ કથીરિયાની ગાડીમાં તોડફોડનો મામલો, 20 સામે નોંઘાયો ગુનો
અલ્પેશ કથીરિયાના સમર્થનમાં આવેલી 4 કારમાં તોડફોડ કરાઈ હોવાનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ ખાતે અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ વિવાદ મામલે બન્ને પક્ષ સામે ફરિયાદ થઈ છે. જે હેઠળ ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લક્કીરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, નિલેશ ચાવડા તેમ જ અજાણ્યા ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં આરોપ કરાયો છે કે અલ્પેશ કથીરિયાનાં (Alpesh Kathiria) સમર્થનમાં આવેલી 4 જેટલી કારમાં ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા તોડફોડ કરાઈ હતી. આ મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સરકારે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો - Surat : 'લોહીની નદીઓ વહેશે...' નિવેદન પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનો બિલવાલ ભુટ્ટોને જડબાતોડ જવાબ!
ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવ્યાનાં આરોપ હેઠળ ફરિયાદ
બીજી તરફ અલ્પેશ કથીરિયાનાં સમર્થક અને બ્રેઝા કારચાલક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કારચાલક દ્વારા ગણેશ ગોંડલનાં (Ganesh Gondal) સમર્થકો પર કાર ચઢાવી દેવાનો આરોપ થયો છે. આ મામલે પોલીસે મનુષ્યવધનાં પ્રયાસ અંગેના આરોપ હેઠળ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં ચાલક દ્વારા ટોળું ઊભું હોવા છતાં જાણી જોઈને સ્પીડથી કાર હંકારીને હત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ થયો છે. આ મામલે BNS ની કલમ 110 મુજબ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gondal Politics : પાપનો ઘડો ભરાઈ ગયો છે, ઘડામાં કાંકરી મારવાનું કાર્ય કોંગ્રેસ કરશે : અમિત ચાવડા