Gondal Bandh : આવતીકાલે ગોંડલ બંધનું એલાન પાછું ખેંચાયું, જાણો કારણ ?
- ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવા મુદ્દે સૌથી મોટા સમાચાર (Gondal Bandh)
- આવતીકાલે ગોંડલ બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું
- ભોગ બનનાર પાટીદાર પરિવારની માગ પોલીસે સ્વીકારી
- આરોપીઓ સામે BNS એક્ટ હેઠળ 109 કલમ લગાવવા પોલીસ રાજી
Gondal Bandh : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં પટેલ સમાજનાં સગીરને ઢોર માર મારવા મામલે આવતીકાલે ગોંડલ બંધની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, હવે આ મામલે મોટા સમાચાર આવ્યા છે, જે મુજબ આવતીકાલે ગોંડલ બંધનું એલાન પાછું ખેંચાયું છે. ભોગ બનનાર પાટીદાર પરિવારની માગ પોલીસે સ્વીકારી લેતા અને આરોપીઓ સામે BNS એક્ટ હેઠળ 109 કલમ લગાવવા પોલીસ રાજી થઈ જતાં આ નિર્ણય લેવાયો છે. પીડિત સગીરનાં પિતાએ તમામ સમાજનાં લોકોનો આભાર માન્યો છે.
આ પણ વાંચો - Gondal Bandh : પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયાનું મોટું નિવેદન
ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવા મુદ્દે સૌથી મોટા સમાચાર
આવતીકાલે ગોંડલ બંધનું એલાન પાછું ખેંચાયું
ભોગ બનનાર પાટીદાર પરિવારની માગ પોલીસે સ્વીકારી#Gujarat #Rajkot #Gondal #PatidarSamaj #JayeshRadadiya #BharatBoghra #GujaratFirst pic.twitter.com/ulEEN4D251— Gujarat First (@GujaratFirst) March 21, 2025
આવતીકાલે ગોંડલ બંધનું એલાન પાછું ખેંચાયું
ગોંડલ તાલુકામાં પટેલ સમાજનાં સગીરને ઢોર માર મારવા મામલે પાટીદાર સમાજમાં (Patel Samaj) ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે ઝડપી ન્યાયની માગ અને આરોપીઓને કડક સજાની માગ સાથે આવતીકાલે ગોંડલ બંધનું (Gondal Bandh) એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ, આ નિર્ણય હવે પાછો ખેંચાયો છે. પોલીસે માગ સ્વીકારતા આવતીકાલે ધંધા-રોજગાર ચાલુ રહેશે. માહિતી અનુસાર, ભોગ બનનાર પાટીદાર પરિવાર અને સમાજની માગ પોલીસે (Gondal Police) સ્વીકારી છે. આરોપીઓ સામે BNS એક્ટ હેઠળ 109 કલમ લગાવવા પોલીસે સંમતિ આપી છે.
આ પણ વાંચો - Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!
આવતીકાલે ધંધા-રોજગાર રાબેતા મુજબ શરૂ રહેશે
જણાવી દઈએ કે, ભોગ બનનાર પરિવાર તેમ જ પાટીદાર સમાજનાં (Patel Samaj) આગેવાનો દ્વારા પકડાયેલ આરોપી વિરુદ્ધ કલમ ઉમેરવાની માંગ ઊચ્ચારી હતી. સાથે જ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી માગ પણ પીડિત પરિવારે ઉચ્ચારી હતી. જો માંગ નહિ સંતોષવામાં આવે તો શનિવારે બંધની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, પોલીસ તેમ જ આગેવાનો દ્વારા કલમ ઉમેરવાની માંગની બાંહેધરી આપતા પાટીદાર સમાજ દ્વારા બંધનું એલાન પાછું ખેંચ્યું છે. આથી, આવતીકાલે ધંધા-રોજગાર રાબેતા મુજબ શરૂ રહેશે તેવું સગીરનાં પિતાએ નિવેદન આપ્યું છે. ભોગ બનનાર સગીરના પિતાએ તમામ સમાજનાં લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો - Mega Demolition : લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરી અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઊઠાવ્યા સવાલ