Gondal Bandh : પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયાનું મોટું નિવેદન
- Gondal માં પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો
- આવતીકાલે ગોંડલમાં પાટીદાર સમાજ દ્વારા બંધનું એલાન
- સમગ્ર મામલે સહકારી આગેવાન જયેશ રાદડિયાનું સમર્થન
- આવતીકાલનાં બંધને સમર્થન આપીએ છીએ : જયેશ રાદડિયા
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં (Gondal) સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં ત્રણ શખ્સો દ્વારા ભગવતપરામાં રહેતા અને પટેલ સમાજનાં સગીરને ઢોર માર મારવામાં આવ્યો હતો, જે બાદ પાટીદાર સમાજમાં (Patidar Samaj) ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન પણ કર્યું છે. ત્યારે હવે આ મામલે સહકારી આગેવાન જયેશ રાદડિયાની (Jayesh Radadiya) પ્રતિક્રિયા સામે આવી છે તેમણે આવતીકાલનાં બંધને (Gondal Bandh) સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો - Mega Demolition : લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરી અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઊઠાવ્યા સવાલ
રાજ્યનાં ગૃહમંત્રી-મુખ્યમંત્રીને પણ વાકેફ કરાશે : જયેશ રાદડીયાએ
ગોંડલમાં પાટીદાર સમાજનાં સગીરને માર મારવા અને ગોંડલ બંધ મામલે (Gondal Bandh) સહકારી આગેવાન જયેશ રાદડિયાએ કહ્યું કે, આવતીકાલનાં બંધને સમર્થન આપીએ છીએ. બંધના એલાનને લઈ પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી. ઘટના દુઃખદ છે પાટીદાર હોય કે અન્ય યુવાન હોય આવી ઘટના ન થવી જોઈએ. કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને પણ ભલામણ કરી છે. જયેશ રાદડીયાએ આગળ કહ્યું કે, કલમો ઓછી લાગી છે તે અંગે પણ ભલામણ કરી છે. ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યનાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત સગીરને મળવા માટે MLA જયેશ રાદડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા (Bharat Boghra) પણ હતા. ત્યાર બાદ પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો - Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!
શું હતી ઘટના ?
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં બે દિવસ પહેલા સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં હનુમાનજી મંદિર પાસે ત્રણ શખ્સો દ્વારા ભગવતપરામાં રહેતા સગીર દેવ સાટોડિયા (ઉ.17) ને ધોકા વડે બેરહમ માર મારવામાં આવ્યો હતો. આરોપ છે કે પોતાનાં દીકરાને છોડાવવા માટે વચ્ચે પડેલા માતા-પિતાને પણ આરોપીઓએ માર માર્યો હતો. ઇજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે દેવનાં પિતા સમીરભાઈ લક્ષ્મણભાઈ સાટોડિયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજું સગીરને માર મારવાની ઘટનાને લઇને રોષે ભરાયેલા પાટીદાર સમાજે અગાઉ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સાથે જ રાજકોટ SP (Rajkot SP) તથા કલેક્ટર કચેરીએ મોરચો લઇ જવા ચીમકી ઉચ્ચારી હતી. જો કે, હવે આ મામલે ઝડપી ન્યાય મળે તે માટે ગોંડલ બંધનું એલાન કર્યું છે.
આ પણ વાંચો - ANAND : બોરીયાવી નગર પાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું