Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં ઇ-બાઇકની એજન્સી આપવાના નામે ઠગાઈ

ઇ-બાઇકની એજન્સી આપવાના નામે ઠગાઈસાયબર ક્રાઇમે બિહારમાંથી 3 આરોપી ઝડપી લીધા10 દિવસ સુધી બિહાર રોકાઈ આરોપીની શોધખોળ કરી ATHER ELECTRIC BIKEની એજન્સી આપવા નામે પૈસા પડાવી ઠગાઇ કરનારી ટોળકીને રાજકોટ (Rajkot) સાયબર ક્રાઇમ (Cybercrime)  બ્રાન્ચે ઝડપી લીધી હતી. આરોપીને પકડવા માટે પોલીસે બિહારમાં 10 દિવસ ધામા નાખ્યા હતા. ડીલરશીપ માટે સંપર્ક કર્યોરાજકોટના  મહેશભાઇ ઉકાભાઇ કોટડીયાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં
04:33 AM Dec 07, 2022 IST | Vipul Pandya
  • ઇ-બાઇકની એજન્સી આપવાના નામે ઠગાઈ
  • સાયબર ક્રાઇમે બિહારમાંથી 3 આરોપી ઝડપી લીધા
  • 10 દિવસ સુધી બિહાર રોકાઈ આરોપીની શોધખોળ કરી 
ATHER ELECTRIC BIKEની એજન્સી આપવા નામે પૈસા પડાવી ઠગાઇ કરનારી ટોળકીને રાજકોટ (Rajkot) સાયબર ક્રાઇમ (Cybercrime)  બ્રાન્ચે ઝડપી લીધી હતી. આરોપીને પકડવા માટે પોલીસે બિહારમાં 10 દિવસ ધામા નાખ્યા હતા. 

ડીલરશીપ માટે સંપર્ક કર્યો
રાજકોટના  મહેશભાઇ ઉકાભાઇ કોટડીયાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે  તેમને પોતાના ફેસબુકમાં ATHER ELECTRIC BIKE ની એજન્સી લેવાની પોસ્ટ મુકી હોવાથી તેમણે લાઇક કરતા સામેથી એક મોબાઇલ નંબર પરથી ફોન કોલ આવેલ અને કહ્યું કે, હું ATHER ELECTRIC BIKE ની કંપનીમાંથી બોલુ છુ અને તેમને આ કંપની વિશે માહીતી આપી હતી. તેઓએ જણાવ્યું કે તમારે ડીલરશીપ લેવી હોય તો આ કંપનીના મેઇલ એડ્રેસ છે જેના પર તમારા ડોકયુમેન્ટ મોકલી આપજો.ત્યાર બાદ તેમને ડીલરશીપ લેવા માટે ફોન દ્વારા વાતચીત કરી હતી અને ડોકયુમેન્ટ મોકલી આપ્યા હતા.

26 લાખ ભર્યા છતાં ડીલરશીપ ના આપી 
ત્યારબાદ કંપનીના મેનેજરે કટકે કટકે કંપની નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ભરવાનુ કહેતા તેમણે કુલ રૂા.૨૬,૬૮,૧૭૪/- ભર્યા હતા પણ તેમ છતાં તેમને આજદિન સુધી કોઇ ATHER ELECTRIC BIKE ની એજન્સી તરફથી બાઇકની ડીલરશીપ મળી ન હતી.  
3 શખ્સોને ઝડપી લેવાયા
આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે 10 દિવસ સુધી બિહારમાં ઉંડી તપાસ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા.  જેમાં અનિલ ધનેશ્વર બીદ, સેતેન્દ્રકુમાર બીરો બીંદે અને અવિનાશકુમાર ઉમા મહતોનો સમાવેશ થાય છે. આ શખ્સો બાઇકની એજન્સી ડીલરશીપ આપવા નામે લોકો પાસે પૈસા ભરાવડાવી નાણાકીય ફ્રોડ આચરતા હતા. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો---એ…એ….ધડામ ! ટંકારામાં સ્કૂલ બસ પહોંચે ત્યાં જ પ્રવેશદ્વાર થયો ધરાશાયી, જુઓ video
Tags :
CybercrimeFraudGujaratFirstRAJKOT
Next Article