Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં વેપારીઓ સાથે થયેલી છેતરપીંડીના કિસ્સાઓની તપાસ માટે SITની રચના

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઓ સાથે ઓનલાઇન ફ્રોડ અને છેતરપીંડીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જે અટકાવવા માટે તથા આ કેસોનો નિકાલ જલ્દી થાય તે માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આજે રાજકોટમાં વેપારીઓને મળ્યા હતા અને તેમને સાંભળ્યા બાદ હર્ષ સંઘવીએ આ કેસોનો ઝડપથી નિકાલ આવે તે માટે એસઆઇટી રચવાની જાહેરાત કરી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં છેતરપીંડીનો ભોગ બનેલા વેàª
રાજકોટમાં વેપારીઓ સાથે થયેલી છેતરપીંડીના કિસ્સાઓની તપાસ માટે sitની રચના
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઓ સાથે ઓનલાઇન ફ્રોડ અને છેતરપીંડીના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જે અટકાવવા માટે તથા આ કેસોનો નિકાલ જલ્દી થાય તે માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આજે રાજકોટમાં વેપારીઓને મળ્યા હતા અને તેમને સાંભળ્યા બાદ હર્ષ સંઘવીએ આ કેસોનો ઝડપથી નિકાલ આવે તે માટે એસઆઇટી રચવાની જાહેરાત કરી હતી. 
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓને સાંભળ્યા હતા અને ત્યારબાદ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું કે  રાજકોટ ભાજપના આગેવાનોના સૂચનથી રાજકોટમાં બેઠકનું આયોજન કરાયું હતું અને તેમાં સંસ્થાઓ દ્વારા અને કેટલાક સીધી રીતે લોકો મળવા આવ્યા હતા. 
તેમણે કહ્યું કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ  દ્વારા લવાયેલી 79 ફરિયાદો ઉપરાંત અન્ય ફરિયાદો સાંભળવામાં આવી હતી. ત્યારબાદ વેપારીઓના હિતમાં તાત્કાલીક અસરથી આ કિસ્સાઓની ઉંડી તપાસ માટે એસઆઇટી બનાવામાં આવી છે. 
હર્ષ સંઘવીએ કહ્યું કે એસઆઇટી દ્વારા કિસ્સાઓની તપાસ કરાશે. અલગ અલગ  ટીમો વિવિધ રાજ્યોમાં જઇને આ કેસમાં વધુ કાર્યવાહી કરશે. આ કાર્યવાહીથી વેપારીઓના કેસ ક્લીયર થશે. અમારો પ્રયાસ છે કે આ પ્રકારની નિરંતર પ્રેક્ટીસ થાય જેથી વેપારીઓનું મનોબળ મજબૂત થાય અને તેમને સપોર્ટ મળે. મને વિશ્વાસ છે કે રાજકોટ પોલીસના પ્રયાસ સફળ થશે. 
 
તેમણે કહ્યું કે રાજકોટમાં સક્સેસ રેશિયો સારો હશે. તેમણે અપિલ કરી કે વેપારીઓ પણ જવાબદારી સમજે. વેપારીઓને વિનંતી કે તમે સંપુર્ણ કાગળ તપાસીને નવા લોકોને માલ આપો જેથી આવા કેસ ના બને. 300થી 400થી વધુ વેપારીઓને આજે વન ટુ વન મળ્યા. હતા. તેમણે આ તબક્કો  ભાજપની ટીમને ધન્યવાદ પણ આપ્યા હતા. અને કહ્યું કે વેપારીઓની સુરક્ષા માટે ભાજપે સારું કામ કર્યું છે. 
Advertisement
Tags :
Advertisement

.