Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જો તમારે શાળા, હોસ્પિટલ, રોજગાર જોઇએ તો મને મત આપજો; ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી જોઇએ તો તેમને: કેજરીવાલ

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય મોહલ ગરમાયો છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય ત્રણેય પાર્ટીઓના દિલ્હીના નેતાઓની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે. ગુજરાતમાં હવે ઠેર ઠેર રેલી અને સભા થઇ રહી છે. જેના ભાગરુપે જ આમ ાદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે રાજકોટ આવ્યા છે. જ્યાં ઇમ્પીરીયલ હોટેલ ખાતે વિવિધ ઉદ્યોગપતિઓ અને અન્ય લોકો સાથે મુલાકાત ક
06:13 PM May 11, 2022 IST | Vipul Pandya
ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય મોહલ ગરમાયો છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય ત્રણેય પાર્ટીઓના દિલ્હીના નેતાઓની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે. ગુજરાતમાં હવે ઠેર ઠેર રેલી અને સભા થઇ રહી છે. જેના ભાગરુપે જ આમ ાદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે રાજકોટ આવ્યા છે. જ્યાં ઇમ્પીરીયલ હોટેલ ખાતે વિવિધ ઉદ્યોગપતિઓ અને અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સભાને સંબોધન કર્યુ હતું.
ભારત માતા કી જય સાથે શરુઆત
અરવિંદ કેજરીવાલે ભઆરત માતા કી જયના નારા સાથે પોતાના સંબોધનની શરુઆત કરી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજકાલ ગુજરાતના ગામે ગામ અને ઘરે ઘરે આમ આદમી પાર્ટીની ચર્ચાઓ ચાલી રહી છે. અમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇ રહ્યા છે. છેલ્લા બે ત્રણ મહિાનથી હું પણ ઘણી વખત આવ્યો છું. ચારોતરફ આમ આદમી પાર્ટીની ચર્ચા છે. મને દિલ્હીના લોકો બહુ પ્રેમ કરે છે, પંજાબના લોકો પણ મને પ્રેમ કરે છે અને મને ખુશી છે કે હવે ગુજરાતના લોકો પણ પ્રેમ કરવા લાગ્યા છે. આ પ્રેમ, વિશ્વાસ અને સન્માન માટે હું તમારો આભારી છું.
અમે ગુજરાતના તમામ વૃદ્ધોને તીર્થયાત્રા કરાવીશું
કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાંથી અનેક લોકો મને દિલહી મળવા માટે આવે છે. અહીં ગુજરાતમાં પણ ઘણા બધા લોકો પોતાની અનેક સમસ્યાઓ મારી પાસે લઈને આવે છે. હાલમાં જ એક વૃદ્ધ માજી મારી પાસે આવ્યા હતા, જેમણે અયોધયા જવાની ઇચ્છા વ્યક્ત કરી. ગુજરાતના દરેક વૃદ્ધને અને અયોધ્યાની યાત્રા કરાવીશું. એસી ટ્રેનમાં મોકલીશું અને એસી હોટેલમાં રહેવા આપીશું. દિલ્હીના વૃદ્ધોને અમે મફતમાં તીર્થ યાત્રા કરાવીએ છીએ. ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બની તો તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું.
હું ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ બદલી નાખીશ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનો ઉલ્લેખ કરતા તેમણ કહ્યું કે લોકો એવું કહે છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી ગમે તે બને પણ સરકાર કો સી. આર. પાટીલ જ ચલાવે છે. મને રાજનીતિ કરતા નથી આવડતું, મને કામ કરતા જ આવડે છે. અરવિંદ કેજરીવાલે સભામાં સરકારી સ્કૂલોનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે થોડા દિવસો પહેલા મનીષ સીસોદીયા આવ્યા હતા ગુજરાતની સરકારી સ્કૂલો જોવા. ગુજરાતમાં શિક્ષણ આપતી સરકારી સ્કૂલો જર્જરીત હાલતમાં છે. દીવાલો તૂટેલી છે, છતમાં પોપડા પડ્યા છે, બોર્ડ તૂટેલા છે. તેમણે કહ્યું કે આ દેશના લોકોને તમામ પાર્ટીએ દગો દીધો છે. હું આ દેશને સારૂ શિક્ષણ આપવા માંગુ છું. એક મોકો આપો પછી હું ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ બદલી નાખીશ.
સી. આર. પાટીલ પર પ્રહાર
કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે પાટીલે કહ્યું હતું કે કેજરીવાલ મહાઠગ છે. ત્યારે હું ગુજરાતનાં લોકોને પૂછું છું કે, કોઈ ઠગ લોકોના શિક્ષણ અને આરોગ્યની વાત કરે? હાલ પરિવારનાં એક વ્યક્તિને બીમારી લાગુ પડે તેમાં લોકોના ઘર વેંચાય જાય છે. ત્યારે દિલ્હીમાં 2 કરોડ લોકોને તમામ ટેસ્ટ સહિતની સારવાર મફત આપવામાં આવી રહી છે. જેમાં ગમે તેટલો ખર્ચ થાય તે સરકાર ભોગવે છે. 5 વર્ષમાં જ દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યાનો અને આગામી 5 વર્ષમાં 20 લાખ લોકોને રોજગારી આપવાનો દાવો પણ કર્યો હતો.
મફત વીજળી
દિલ્હીમાં વીજળી ફ્રી મળે છે. આ લોકો તમને મફત વીજળી નહીં આપે. વીજળી ફ્રી જોઇતી હોય તો આમ આદમી પાર્ટીની સરકાર બનાવો. આમ આદમી પાર્ટીની સરકાર તમને 24 કલાક ફ્રી વીજળી આપશે. અરવિંદ કેજરીવાલે ખાનગી સ્કૂલોની ફીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં ખાનગી સ્કૂલોએ ખૂબ જ ફી વધારી છે. તેઓ બેફામ ફી વધારી રહ્યા છે. અમારી સરકાર આવશે તો ખાનગી સ્કૂલોમાં ફી વધારો નહિ કરવા દઈએ. કેજરીવાલએ કહ્યું કે ગુજરાતમાં પેપર ખૂબ જ ફૂટે છે. મને આખું લિસ્ટ આપ્યું છે કે કેટલા પેપર ફૂટ્યા છે.  મને રાજનીતિ કરતા નથી આવડતું કામ કરતા આવડે છે. જો તમને શાળાઓ જોઇએ, હોસ્પિટલ જોઇએ, વીજળી જોઇએ, પાણી જોઇએ, રોજગાર જોઇએ તો મને મત આપજો. જો તમારે ભ્રષ્ટાચાર જોઇએ, ગુંડાગર્દી જોઇએ, રાજનીતિ જોઇએ તો તેમને મત આપી દેજો.
Tags :
AAPArvindKejriwalGujaratGujaratBJPGujaratFirstRAJKOTShastriMaidanઅરવિંદકેજરીવાલરાજકોટઆમઆદમીપાર્ટી
Next Article