Swaminarayan સંપ્રદાયની વધુ એક પુસ્તક વિવાદમાં! ભગવાન શિવ-પાર્વતીનું ઘોર અપમાન!
- સ્વામિનારાયણ સંપ્રદાયની વધુ એક પુસ્તકમાં વિવાદિત લખાણ!
- નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીનું ઘોર અપમાન!
- પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવાયા
- શિવ પાર્વતીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સેવા કર્યાનો ઉલ્લેખ
સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સ્વામીઓનાં બીભત્સ વીડિયો વાઇરલ થતાં અને સનાતન ધર્મ અંગે કેટલાક સ્વામીઓની 'અજ્ઞાન વાણી' નાં કારણે સંપ્રદાય એક બાદ એક વિવાદમાં સપડાઈ રહ્યું છે. ત્યારે હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની એક પુસ્તકમાં વિવાદિત લખાણ લખાયું હોવાથી ભારે વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો - જલારામ બાપા અંગે જ્ઞાનપ્રકાશ સ્વામીની ટિપ્પણીનો મુદ્દો, MLA જયેશ રાદડિયાએ આપી પ્રતિક્રિયા
પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વામિનારાયણ સંપ્રદાયની નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીનું ઘોર અપમાન કરવામાં આવ્યું હોવાનાં ગંભીર આરોપ થયા છે. બાળકો માટે લખાયેલી "નીલકંઠ ચરિત્ર" પુસ્તકમાં ભગવાન શિવ અને માતા પર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, પુસ્તકનાં પાનાં નંબર 10 માં લખાયું છે કે "મેળામાં નીલકંઠની મહાદેવ અને પાર્વતીજીએ બ્રહ્મણનો વેશ ધારણ કરીને સેવા કરી".
આ પણ વાંચો - Anand : પોતે DySP હોવાની ખોટી ઓળખ આપનાર નિશા વ્હોરા સામે નોંધાયો ગુનો
અમુક સાધુ સંતો ભગવાનને પણ લજવી રહ્યા છે : ઇન્દ્રનીલ રાજ્યગુરુ
આ મામલે હવે શિવભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંપૂર્ણતા હોય તો બીજા કોઈને નમનતા શું કામ દેખાડવા પડે. આજનાં સમયનાં અમુક સાધુ સંતો ભગવાનને પણ લજવી રહ્યા છે અને સમાજમાં ગેરસમજ ઊભી કરી પોતાની વાત રજૂ કરે છે. આ ખરેખર ખૂબ જ દુ:ખદ છે.
આ પણ વાંચો - Surat : 10 વર્ષથી મોસ્ટ વોન્ટેડ, 50 હજારનું ઇનામ, નોઇડાથી પકડાયો આસારામનો વફાદાર!