ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PGVCLની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલાં હોવાનો ઉમેદવારોનો આરોપ

ગુજરાતમાં જાહેર પરીક્ષાઓમાં પેપર ફૂટવાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ રવિવારે યોજાયેલી પીજીવીસીએલની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં રાજકોટમાં પેપર ફૂટ્યું હોવાના આરોપ ઉમેદવારોએ લગાવ્યા હતા. 20 જેટલા ઉમેદવારોને સીલ તૂટેલા પેપર મળ્યા હોવાની રજૂઆત બાદ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. રવિવારે યોજાયેલી પીજીવીસીએલની વિદ્યુત સહાયકની પરીક્ષામાં રાજકોટમાં કાંતિલાલ અમૃતલાલ સ્કુલમાà
10:15 AM May 29, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાં જાહેર પરીક્ષાઓમાં પેપર ફૂટવાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ રવિવારે યોજાયેલી પીજીવીસીએલની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં રાજકોટમાં પેપર ફૂટ્યું હોવાના આરોપ ઉમેદવારોએ લગાવ્યા હતા. 20 જેટલા ઉમેદવારોને સીલ તૂટેલા પેપર મળ્યા હોવાની રજૂઆત બાદ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી. 
રવિવારે યોજાયેલી પીજીવીસીએલની વિદ્યુત સહાયકની પરીક્ષામાં રાજકોટમાં કાંતિલાલ અમૃતલાલ સ્કુલમાં 20 જેટલા ઉમેદવારોને તૂટેલા સિલ વાળા પેપર મળતા દોડધામ મચી ગઇ હતી. ઉમેદવારોએ આરોપ લગાવ્યો હતો કે એક બ્લોકમાં 3 વિદ્યાર્થી અને બીજા બ્લોકમાં 17 વિદ્યાર્થીને સીલ તૂટેલા પેપર મળ્યા હતા. પરીક્ષામાં ફરી એક વાર ગેરરિતી થઇ હોવાના આરોપ લાગ્યા હતા. 
બનાવની જાણ થતાં રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી હતી અને સ્કુલમાં પહોંચીને તપાસ શરુ કરી હતી. ઉમેદવારોએ પરીક્ષા બાદ ભારે હોબાળો મચાવ્યો હતો અને મામલાની તપાસ કરવાની માગ કરી હતી. 
જો કે તંત્રએ પેપર ફૂટ્યું હોવાનું અને સીલ તૂટેલા હોવાનો ઇન્કાર કર્યો હતો. તંત્ર દ્વારા જણાવાયુ હતું કે બ્લોકમાં ઉમેદવારોની હાજરમાં જ પેપર ખોલવામાં આવ્યા હતા અને સીલ કવરમાં જ પેપર હતા. ગેરિરીતી નો પ્રશ્ન જ નથી. 20 જેટલા ઉમેદવારોએ સીલ તૂટેલા હોવાની ફરિયાદો કરી હતી. 
20 જેટલા ઉમેદવારોએ સંબધીત તંત્રને રજૂઆતો કરી હતી અને તેથી તપાસ કરીને ઉમેદવારોની સહી લેવડાવી હોવાનું પણ ઉમેદવારોએ જણાવ્યું હતું. 
Tags :
candidatesexamsGujaratFirstPaperPGVCL
Next Article