Rajkot : એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી કાર્યવાહીનું નાટક!
- એટલાન્ટિસની આગ બાદ મનપાએ કરી નોટિસની કાર્યવાહી
- ફાયરના સાધનો અને NOC વિનાની 74 ઈમારતોને નોટિસ
- એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગમાં 3 લોકોના મોત થયા
Rajkot : વધુ એક અગ્નિકાંડ બાદ મનપાનું 'નોટિસ' નાટક સામે આવ્યું છે. જેમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી કાર્યવાહીનું નાટક થઇ રહ્યું છે. એટલાન્ટિસની આગ બાદ મનપાએ નોટિસની કાર્યવાહી કરી છે. તેમાં ફાયરના સાધનો અને NOC વિનાની 74 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ નોટિસ અપાયેલી તમામ ઈમારતો પાસે 10 વર્ષથી NOC નથી.
એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગમાં 3 લોકોના મોત થયા
એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગમાં 3 લોકોના મોત થયા હતા. જેમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ કાર્યવાહીનું નાટક થયું હતું. જેમાં TRP અગ્નિકાંડ વખતે યોગ્ય તપાસ કરી હોત આ દુર્ઘટના થાત તેવા સવાલ લોકો કરી રહ્યાં છે. કાર્યવાહીની મોટી વાતો તો કરી પણ નક્કર પગલાં લીધા ન હતી. શું TRP અગ્નિકાંડમાંથી પણ રાજકોટ મનપાએ ન લીધી શીખ? કોને બચાવવા કાર્યવાહીના નામે માત્ર નાટક થઈ રહ્યા છે? નક્કર પગલાં કેમ નહીં, શું કોઈ રાજકીય નેતાની ભલામણ છે? શું રાજકોટ મહાનગરપાલિકામાં હજુ ચાલ છે ભલામણ રાજ? જેમાં સમગ્ર મુદ્દે કોંગ્રેસે મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમજ ઘટનાના 4 દિવસ બાદ પણ કોઇ ફરિયાદ નથી થઇ તેમ મહેશ રાજપૂતે જણાવ્યું છે. તથા વધુમાં મહેશ રાજપૂતે જણાવ્યું છે કે વારંવાર ઘટના બને છે, પણ જવાબદારી બંધાતી નથી.
જાણો સમગ્ર મામલો :
રાજકોટ એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં એપાર્ટમેન્ટમાં ફાયર NOC 2015 બાદ લેવામાં આવી નથી. એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી 3 લોકોના મોત નિપજ્યા હતા. જે અંતર્ગત એસીપી બી.જે. ચૌધરીની પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આગના બનાવમાં FSLની પણ મદદ લેવામાં આવી છે. ફાયર NOC બાબતે ફ્લેટ ધારકો, હોદેદારો તેમજ મનપા પાસેથી વિગત મંગાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી NOC બાબતે પોલીસને મનપા અથવા ફ્લેટ ધારકો દ્વારા કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી.
મૃતકો ઓર્ડર આપવા માટે ફ્લેટમાં ગયા હતા
મૃતકો ફ્લેટમાં જુદી જુદી વસ્તુઓની ડિલિવરી માટે આવ્યા હતા. મૃતકો ઓર્ડર આપવા માટે ફ્લેટમાં ગયા હતા, 3 મૃતદેહ છઠ્ઠા માળેથી મળી આવ્યા હતા. ફ્લેટમાં આગનો બનાવ સામે આવતા વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેના કારણે મૃતકોએ લિફ્ટની જગ્યાએ સીડી પરથી નીચે ઉતરવાની ફરજ પડી હતી. મૃતકોના વિશેરા પણ મેળવવામાં આવશે. જો ફાયર NOC નહીં હોઈ તો જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો: India: 28 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશના MLAની સંપત્તિ, શિક્ષણ અંગે જાણો માહિતી