Paris Olympic 2024: બેડમેન્ટન મેન્સ સિંગલમાં ભારતને હવે Lakshya Sen તરફથી બ્રોન્ઝની આશા
Lakshya Sen એ બાજી પોતાના હાથમાં રાખી
Lakshya Sen ને હારનો સામનો કરવો પડ્યો હતો
Badminton Men's Singles મેચમાં Axelsen બાજી મારી ગયો
આજરોજ Paris Olympic 2024 નો 8 મો દિવસ ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ ભારત દ્વારા વિવિધ ખેલક્ષેત્રે ભારતીય ખેલાડીઓએ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજરોજ સૌથી મહત્વપૂર્ણ સ્પર્ધા હોકી હતી. કારણ કે.... Paris Olympic 2024 માં આજે હોકી સ્પર્ધામાં સેમી ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ હોકી સ્પર્ધાની સેમી ફાઈનલમાં ભારતીય ટીમે બ્રિટેનને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.
Lakshya Sen એ બાજી પોતાના હાથમાં રાખી
તે ઉપરાંત આજરોજ બેડમેન્ટન સ્પર્ધા અંતર્ગત સેમી ફાઈનલ મેચનું આયોજન કરાયું હતું. જોકે આ બેડમેન્ટન સેમી ફાઈનલ પુરુષોની હતી. તેમાં ભારતીય Lakshya Sen દ્વારા ભારતને બેટમેન્ટન ખેલક્ષેત્રે Gold Medal અપાવવા માટે કમર કસવામાં આવી હતી. જોકે ભારતીય ખેલાડી Lakshya Sen સામે ડેન્માર્કનો ખેલાડી Axelsen ટક્કર આપવા માટે ઉતર્યો હતો. ત્યારે Badminton Men's Singles મેચના First Round માં શરૂઆતથી જ Lakshya Sen એ બાજી પોતાના હાથમાં રાખી હતી.
🇮🇳 𝗔 𝗴𝗼𝗼𝗱 𝗲𝗳𝗳𝗼𝗿𝘁 𝗳𝗿𝗼𝗺 𝗟𝗮𝗸𝘀𝗵𝘆𝗮! Despite a strong showing, Lakshya loses the first game against Viktor Axelsen, 20-22. Can he comeback strong in the second game?
👉 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 @sportwalkmedia 𝗳𝗼𝗿 𝗲𝘅𝘁𝗲𝗻𝘀𝗶𝘃𝗲 𝗰𝗼𝘃𝗲𝗿𝗮𝗴𝗲 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮𝗻… pic.twitter.com/39lD4NXTAf
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 4, 2024
આ પણ વાંચો: Olympic 2024 : સેમી ફાઇનલમાં પહોંચી ભારતીય ટીમ, ગ્રેટ બ્રિટેનને પેનલ્ટી શૂટઆઉટમાં કર્યું પરાસ્ત
Lakshya Sen ને હારનો સામનો કરવો પડ્યો હતો
શરૂઆતમાં ક્રમશ: Lakshya Sen અને Axelsen વચ્ચે 4-1 ની લીડ જોવા મળી હતી. ત્યારબાદ Axelsen Lakshya Sen અને Axelsen વચ્ચે 10-9 ની લીડ જોવા મળી હતી. જોકે Badminton Men's Singles મેચના મધ્યભાગમાં ભારતીય ખેલાડી Lakshya Sen એ પ્રતિસ્પર્ધિ Axelsen ના નાકમાં દમ કરી રાખ્યું હતું. કારણ કે... મેચમાં ભારતીય ખેલાડી અને ડેન્માર્ક વચ્ચે 20-18 ની લીડ જોવા મળી હતી. પરંતુ Badminton Men's Singles ના પ્રથમ રાઉન્ડમાં Lakshya Sen ને હારનો સામનો કરવો પડ્યો હતો.
Badminton Men's Singles મેચમાં Axelsen બાજી મારી ગયો
જોકે બીજા રાઉન્ડમાં પણ Lakshya Sen એ પ્રથમ રાઉન્ડની જેમ બાજી પોતાના હાથમાં રાખી હતી. અને શરૂઆતમાં Lakshya Sen એ 6 પોઈન્ટ સાથે આગળ હતાં. જે બાદ બીજા રાઉન્ડમાં Lakshya Sen અને Axelsen વચ્ચે 10-10 ની બરાબરી જોવા મળી હતી. પરંતુ બીજા રાઉન્ડના મધ્યભાગમાં Lakshya Sen અને Axelsen વચ્ચે 12-14 સ્કોર જોવા મળ્યો હતો. પરંતુ અંતે Lakshya Sen ને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે આ Badminton Men's Singles મેચમાં Axelsen બાજી મારી ગયો હતો.
આ પણ વાંચો: આ ઓલિમ્પિક ખેલાડીઓ પોર્નોગ્રાફી વેબસાઈટ OnlyFans પર અંગત વીડિયો શેર કરે છે!