Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : કુસ્તીબાજમાં ભારતને છઠ્ઠા મેડલની આશા,જાણો આજનાં શેડ્યુલ અંગે

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે 5 મેડલ જીત્યા નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો આજે અમન સેહરાવત વધુ એક મેડલ જીતી શકે છે Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympic 2024)ભારતનો આજે એટલે કે 9 ઓગસ્ટે 14મો દિવસ...
12:46 PM Aug 09, 2024 IST | Hiren Dave
  1. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે 5 મેડલ જીત્યા
  2. નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો
  3. આજે અમન સેહરાવત વધુ એક મેડલ જીતી શકે છે

Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં (Paris Olympic 2024)ભારતનો આજે એટલે કે 9 ઓગસ્ટે 14મો દિવસ હશે. અત્યાર સુધીમાં પૂરા થયેલા 13 દિવસમાં ભારતના ખાતામાં કુલ 5 મેડલ આવ્યા છે, જેમાં 4 બ્રોન્ઝ અને 1 સિલ્વરનો સમાવેશ થાય છે. હવે 14માં દિવસે ભારત છઠ્ઠો મેડલ મેળવી શકે છે. 13માં દિવસે ભારતને પેરિસ ઓલિમ્પિકનો પ્રથમ સિલ્વર મળ્યો, જે નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધામાં જીત્યો હતો. આ સિવાય ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ પર કબજો કર્યો હતો. અત્યાર સુધીમાં ભારતે શૂટિંગમાં ત્રણ મેડલ જીત્યા છે, એક હોકીમાં અને એક ભાલા ફેંકમાં. હવે આજે ભારત કુસ્તીમાં મેડલ મેળવી શકે છે. આજે ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત (Aman Sehrawat)બ્રોન્ઝ મેડલ મેચ રમશે. અમન સેહરાવત પેરિસ ઓલિમ્પિકમાં ભારતને છઠ્ઠો મેડલ અપાવનાર ખેલાડી બની શકે છે.

સેમીફાઇનલમાં હાર્યો હતો અમન સેહરાવત

તમને જણાવી દઈએ કે અમનને સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે આજે બ્રોન્ઝ મેડલ મેચ માટે મેદાનમાં ઉતરશે. સેમીફાઈનલમાં અમાનને જાપાનના રેઈ હિગુચી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હિચુગીએ સેમિફાઇનલમાં અમનને 10-0થી હરાવ્યો હતો.

આ પણ  વાંચો - Paris Olympic 2024:નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ,PM મોદીએ પાઠવ્યા અભિનંદન

અમન સેહરાવત પાસે બ્રોન્ઝ જીતવાનો મોકો

હવે અમન બ્રોન્ઝ મેડલ મેચ માટે મેદાનમાં ઉતરશે. તેની બ્રોન્ઝ મેડલ મેચ પ્યુર્ટો રિકોના ડેરિયન ક્રુઝ સામે રાત્રે 10:45 વાગ્યાથી થશે. આ ઉપરાંત, પુરૂષો અને મહિલાઓની 4*400 મીટર રિલે ટીમો મેદાનમાં રહેશે. આ સિવાય ગોલ્ફનો ત્રીજો રાઉન્ડ થશે, જેમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર મેદાનમાં જોવા મળશે.

આ પણ  વાંચો - Vinesh phogat: માત્ર રૂ.1 માટે પાકિસ્તાનની નાકમાં દમ લાવી દેનાર વકીલ વિનેશ ફોગાટને અપાવશે ન્યાય!

પેરિસ ઓલિમ્પિકમાં આજનું ભારતનું શેડ્યૂલ

એથ્લેટિક્સ
મહિલા 4x400m રિલે રાઉન્ડ 1 - 2:10 pm
પુરુષોનો 4x400m રિલે રાઉન્ડ 1 - 2:35 pm.

કુસ્તી
પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા બ્રોન્ઝ મેડલ મેચ - અમન સેહરાવત વિ. ડેરિયન ટોઇ ક્રુઝ - રાત્રે 10:45.

ગોલ્ફ
વિમેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 3 - અદિતિ અશોક અને દીક્ષા ડાગર - બપોરે 12:30 કલાકે.

Tags :
Aman SehrawatathleticsGolf"India at Olympicslive streaming paris olympicsParis olympic 2024paris olympic 2024 schedulePARIS OLYMPICS 2024paris olympics 2024 indiaParis Olympics 2024 LiveParis Olympics India's Schedule On Day 14Sports Newswhere to watch paris olympic day 14Wrestling
Next Article