Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઠિયાવાડી અંદાજમાં બોલ્યા 'બાપુડી વટ પડી ગયો તમારો..'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટ ખાતે નવનિર્મિત માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકત લીધી હતી. મુલાકાત બાદ વડાપ્રધાનનું પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી આજે ગુજરાતી અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાના સંબોધનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોàª
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઠિયાવાડી અંદાજમાં બોલ્યા  બાપુડી વટ પડી ગયો તમારો
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટ ખાતે નવનિર્મિત માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકત લીધી હતી. મુલાકાત બાદ વડાપ્રધાનનું પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને વિવિધ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી આજે ગુજરાતી અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાના સંબોધનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાઠિયાવાડી અંદાજમાં જોવા મળ્યા હતા.  
આ અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 3 કરોડથી વધુ ગરીબોને પાકાં મકાનો મળ્યાં છે. 10 કરોડથી વધુ પરિવારોને ઓડીએફમાંથી મુક્તિ આપવામાં આવી છે.  9 કરોડથી વધુ ગરીબ મહિલાઓને ધુમાડાથી મુક્ત કરવામાં આવી છે. 2.5 કરોડથી વધુ ગરીબ પરિવારોમાં વીજળી છે.  6 કરોડથી વધુ પરિવારો પાસે નળનું પાણી - તે માત્ર ડેટા જ નથી પરંતુ ગરીબોની ગરિમાનું રક્ષણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે.
ગુજરાતના તમામ જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની ઈચ્છા
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, પટેલ સેવા સમાજ અને ભરતભાઇ બોઘરને જેટલા અભિનંદન પાઠવીએ  એટલા ઓછા છે. કાઠિયાવાડની અમારી ઓળખ એટલે સાહસિક સ્વભાવ, ખમીરવંતુ જીવન, પાણીના અભાવ વચ્ચે પણ જિંદગી જીવનારો ગુજરાતનો નાગરિક આજે ખેતીના ક્ષેત્રમાં પણ ડંકો વગાડી રહ્યો છે. આ ગુજરાતની તાકાત છે. આપણા રાજકોટમાં ગુજરાતને એઈમ્સ હોસ્પિટલ મળી છે તેનું કામ ઝડપથી ચલી રહ્યું છે. બાપુડી વટ પડી ગયો તમારો.. 2 દાયક પહેલા ગુજરાતમાં માત્રને માત્ર 9 મેડિકલ કોલેજ હતી અને 1100 બેઠકો હતી. આટલું મોટું ગુજરાત અને 2011 પહેલા 1100 બેઠકો. આજે ગુજરાતમાં 30 મેડિકલ કોલેજ છે. ગુજરાતના તમામ જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાની ઈચ્છા છે. એક જમાનો હતો કે ઉદ્યોગની વાત આવે તો માત્રને માત્ર વડોદરાથી વાપી નેશનલ હાઈવે પર બંને બાજુ કારખાના દેખાય. આજે તમે ગુજરાતની કોઈ પણ દિશામાં જાઓ, નાના-મોટા કારખાનાઓ ઉદ્યોગો, પ્રવૃતિ પૂરજોશમાં ચાલી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના તેજ વિકાસનો લાભ ગુજરાતને મળ્યો છે. અભૂતપૂર્વ સ્પીડથી અભૂતપૂર્વ સ્કેલ પર આજે ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આગળ ધપી રહ્યું છે.
મફત ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પૈસા સીધા અમારી માતાઓ અને બહેનોના જનધન બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. ખેડૂતો અને મજૂરોના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા. ગરીબોનું રસોડું ચાલુ રહે તે માટે અમે મફત ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી. જો ગરીબો માટે સરકાર છે તો તે તેમની કેવી સેવા કરે છે તેમને સશક્ત બનાવવાનું કામ કરે છે. આ જ આજે આખો દેશ જોઈ રહ્યો છે 100 વર્ષના સૌથી મોટા સંકટ દરમિયાન પણ દેશે આનો સતત અનુભવ કર્યો છે. જ્યારે મહામારી શરૂ થઈ ત્યારે ગરીબોની સામે ખાવા-પીવાની સમસ્યા હતી.  અમે લોકો માટે દેશના અનાજના ભંડાર ખોલ્યા.
કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ વાળી NDA સરકાર 8 વર્ષ પૂરા કરી રહ્યા છે. 8 વર્ષે પહેલા તમે મને વિદાય આપી હતી પરંતુ તમારો પ્રેમ સતત વધતો જાય છે. તમે મને સંસ્કાર આપ્યા, આ તમારા અને આ ભૂમિના સંસ્કાર છે કે 8 વર્ષમાં ભૂલથી પણ કઈ થવા દીધું નથી જેના કારણે દેશના નાગરિકોએ પોતાનું માથું જુકાવવું પડે.  
હું માથું નમાવીને ગુજરાતના તમામ નાગરિકોને સન્માન કરવા માંગુ છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જ્યારે હું ગુજરાતની ધરતી પર આવ્યો છું ત્યારે હું માથું નમાવીને ગુજરાતના તમામ નાગરિકોનું સન્માન કરવા માંગુ છું. તમે મને આપેલા મૂલ્યો અને શિક્ષણને કારણે મેં માતૃભૂમિની સેવામાં કોઈ કસર છોડી નથી, સમાજ માટે કેવી રીતે જીવવું તે શીખવ્યું છે.
વડાપ્રધાનના કારણે ગુજરાતનો વિકાસ થયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે રાજકોટમાં આનંદનો મહોત્સવ છે. આપણે એવું પણ ગુજરાત જોયું છે કે વાળું સમયે વીજળી નહોતી. વડાપ્રધાનના કારણે ગુજરાતનો વિકાસ થયો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં મેડિકલ ક્ષેત્રે વિકાસ થયો આજે ગુજરાતમાં સારું મેડિકલ શિક્ષણ મળી રહે છે. આગામી સમયમાં 8 મેડિકલ કોલેજ તૈયાર થઈ રહી છે.  
પંચાલની ધરતી પર આજે સોનાનો સૂરજ ઊગયો : ડૉ. ભરત બોઘરા
આરોગ્ય મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ડૉ.ભરત બોઘરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પંચાલની ધરતી પર આજે સોનાનો સૂરજ ઊગયો છે. આપણે ગામડામાં નથી રહેતા પરંતુ આપડે પ્રધાન મંત્રી નરેન્દ્રમોદીના દિલમાં રહી એ છીએ. આ હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓની સારવાર કરવામાં આવશે. તેમની પાસે પૈસા હોય કે ન હોય અહી તેમની સારવાર કરવામાં આવશે.    
હોસ્પિટલના વિવિધ વૉર્ડની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ પહોંચ્યા છે. આટકોટ ખાતે કે.ડી પરવાડિયા હોસ્પિટલના પરિસરમાં પહોંચ્યા છે. વિવિધ આગેવાનોને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત રહેલા બાળકો સાથે ગમ્મત કરી હતી અને રમૂજી અંદાજમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલના હસ્તે દીપ પ્રાગટ્ય  કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલના વિવિધ વૉર્ડની મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી. 

   
વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસે પહોંચ્યા છે.  રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયુદળના વિમાન મારફતે રાજકોટ પહોચ્યા હતા. વડાપ્રધાન મોદી રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફત જસદણ જવા રવાના થયા .
Tags :
Advertisement

.

×