Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yuzvendra Chahal એ કરી જીવનની નવી શરૂઆત, ઇન્સ્ટાગ્રામ પર આપી ખુશખબરી

Yuzvendra Chahal Dhanashree Verma: યજુવેન્દ્ર ચહલે એક નવી શરૂઆત કરી છે. તેણે આ અંગેની એક તસ્વીર પણ શેર કરી દીધી છે. ચહલ 2025 માં બદલાયેલો જોવા મળી રહ્યો છે.
yuzvendra chahal એ કરી જીવનની નવી શરૂઆત  ઇન્સ્ટાગ્રામ પર આપી ખુશખબરી
Advertisement
  • ચહલ અને ધનશ્રી હાલ માધ્યમોમાં છવાયેલા છે
  • ઇન્સ્ટાગ્રામ પર ચહલે પોતાની નવી તસ્વીર શેર કરી
  • પંજાબ કિંગ્સ માટે રમતો જોવા મળશે યજુવેન્દ્ર ચહલ

Yuzvendra Chahal Dhanashree Verma: યજુવેન્દ્ર ચહલે એક નવી શરૂઆત કરી છે. તેણે આ અંગેની એક તસ્વીર પણ શેર કરી દીધી છે. ચહલ 2025 માં બદલાયેલો જોવા મળી રહ્યો છે.

હાલ માધ્યમોમાં છુટાછેડાના સમાચાર

યજુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે છુટાછેડાના સમાચારો હાલ જોરોશોરો પર છે. જો કે આ બંન્નેએ આ અંગે હજી સુધી કાંઇ પણ સ્પષ્ટતા કરી નથી. ચહલ અને ધનશ્રીએ સોશિયલ મીડિયા પર અપડેટ જરૂર આપ્યા છે. જો કે છુટાછેડાના સમાચાર ખોટા હોવાનું જણાવ્યું નથી. બીજી તરફ ચહલની એક વધારે તસ્વીર સામે આવી છે.

Advertisement

આ પણ વાંચો : અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠની ઉજવણી શરૂ

Advertisement

ચહલે પંજાબ કિંગ્સ સાથે કરી નવી શરૂઆત

અત્રે ઉલ્લેખનીય છે કે, ચહલ 2025 માં બદલાયેલા જોવા મળશે તેની શરૂઆત થઇ ચુકી છે. ચહલે ઇંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતા તે અંગે અપડેટ આપ્યું છે. ચહલ પંજાબ કિંગ્સની જર્રી સાથે જોવા મળ્યો હતો. તે આઇપીએલ 2025 માં પંજાબ કિંગ્સ તરફથી રમશે. અગાઉ ચહલ રાજસ્થાન રોયલ્સનો હિસ્સો હતા. જો કે આ વખતે તેમની ટીમ બદલાઇ ચુકી છે.

બંન્નેએ ઘરભંગ અંગે કોઇ ટિપ્પણી કરી નથી

જો કે આઇપીએલની સિઝન શરૂઆત થાય તે પહેલા જ ચહલનું ઘર ભાંગવાની અણીએ આવી ચુક્યું છે. જો કે હજી સુધી આ અંગેની કોઇ અધિકારીક પૃષ્ટિ થઇ નથી. પહેલા સોશિયલ મીડિયામાં સ્ટોરી શેર કરતા છુટાછેડાના સંકેત આપ્યા હતા. તેમણે લખ્યું કે, જે સમાચારો આવી રહ્યા છે તે સાચા પણ હોઇ શકે છે અને ખોટા પણ. ધનશ્રી વર્માએ પણ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી હતી. જો કે હજી સુધી બંન્નેમાંથી એક પણે છુટાછેટાના સમાચારોને પૃષ્ટિ કરી નથી. આ ઉપરાંત આ સમાચારોને નકાર્યા પણ નથી.

આ પણ વાંચો : Surat: પાંડેસરામાં મહિલાના મૃતદેહનો ઉકેલાયો ભેદ, કુકરથી હત્યા કરાઇ

બંન્ને સોશિયલ મીડિયા પર અનફોલો કરી ચુક્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ધનશ્રી વર્મા અને ચહલ એક બીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી ચુક્યા છે. ચહલ દ્વારા બંન્નેની સાથે કેટલીક સ્ટોરીઓ પણ ડિલિટ કરી દેવામાં આવી છે. હાલ તો આ કપલ માધ્યમોમાં સૌથી વધારે સમાચારોમાં ફેલાયેલું કપલ છે. બંન્નેના છુટાછેડાની ચર્ચા ચાલી રહી છે. જો કે અધિકારીક રીતે હજી સુધી આ કપલ દ્વારા કોઇ પણ પૃષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : ભારતમાં પેપર લીક કરવા એક ધંધો બની ચુક્યો છે: ઉપરાષ્ટ્રપતિ ધનખડનું ચોકાવનારુ નિવેદન

Tags :
Advertisement

.

×