Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

YS Sharmila : CM Y.S. જગન મોહન રેડ્ડીના બહેન કોંગ્રેસમાં જોડાયા, જાણો કોણ છે YS શર્મિલા?

આંધ્રપ્રદેશના (Andhra Pradesh) મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની (Y.S. Jagan Mohan Reddy) બહેન YS શર્મિલા (YS Sharmila) આજે એટલે કે ગુરુવારે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને સાંસદ રાહુલ ગાંધીની (Rahul Gandhi) હાજરીમાં...
ys sharmila   cm y s  જગન મોહન રેડ્ડીના બહેન કોંગ્રેસમાં જોડાયા  જાણો કોણ છે ys શર્મિલા

આંધ્રપ્રદેશના (Andhra Pradesh) મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીની (Y.S. Jagan Mohan Reddy) બહેન YS શર્મિલા (YS Sharmila) આજે એટલે કે ગુરુવારે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને સાંસદ રાહુલ ગાંધીની (Rahul Gandhi) હાજરીમાં પાર્ટીનું સભ્યપદ સ્વીકાર કર્યું છે.

Advertisement

YS શર્મિલાના (YS Sharmila) કોંગ્રેસમાં જોડાવાથી આંધ્ર પ્રદેશમાં (Andhra Pradesh) પાર્ટી મજબૂત થશે. શર્મિલા આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની બહેન છે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ તેમણે તેમની પાર્ટી વાયએસઆર તેલંગાણાને (YSR Telangana) કોંગ્રેસમાં (Congress) વિલય કરવાની જાહેરાત પણ કરી હતી. શર્મિલાએ કહ્યું કે, મારા પિતાનું સપનું હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને, મને ખુશી છે કે હું તેના માટે કામ કરીશ. શર્મિલાએ કહ્યું કે, એક ખ્રિસ્તી હોવાના કારણે તે મણિપુર હિંસાથી ખૂબ જ દુઃખી છે. જો સેક્યુલર પાર્ટી સત્તામાં નહીં હોય તો આવું જ થશે.

Advertisement

વાયએસ શર્મિલા (YS Sharmila) આંધ્રના પૂર્વ સીએમ વાયએસ રાજશેખર રેડ્ડીની (YS Rajasekhara Reddy) પુત્રી છે. રાજશેખર રેડ્ડી કોંગ્રેસમાં હતા. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી, જ્યારે પાર્ટીએ શર્મિલાના ભાઈ જગન મોહન રેડ્ડીને સીએમ ન બનાવ્યા, ત્યારે જગન મોહને પોતાની પાર્ટી YSR કોંગ્રેસ બનાવી. શરૂઆતમાં શર્મિલા વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના સંયોજક બન્યા અને તેમના ભાઈ અને માતા સાથે આંધ્રમાં (Andhra Pradesh) પ્રચાર પ્રસાર કરતા હતા. સાલ 2021 માં, તેમના ભાઈ સાથે મતભેદોને કારણે, તેમણે YSR કોંગ્રેસ સાથે સંબંધ તોડી અને તેલંગાણામાં YSR તેલંગાણા પાર્ટીની રચના કરી.

Advertisement

આ પણ વાંચો - Arvind Kejriwal : ED ની કાર્યવાહી વચ્ચે દિલ્હીના CM કેજરીવાલ 3 દિવસીય ગુજરાતના પ્રવાસે!

Tags :
Advertisement

.