Youtuber Dhruv Ratthi Controversy: શું PM Modi બાદ Anjali Birla ને આડે હાથ લીધી Dhruv Ratthi એ?
Youtuber Dhruv Rathee Controversy: વિશ્વવિખ્યાત Youtuber Dhruv Rathee ના નામની બનાવવામાં આવેલા Parody Account ની મદદથી લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી Anjali Birla ને લઈ એક પોસ્ટ કરવામાં આવી છે. જોકે Anjali Birla વાળી પોસ્ટમાં જે કોઈ પણ માહિતી લખવામાં આવી છે, તેમાં કોઈ સચ્ચાઈ નથી. જોકે આ મામલે FIR નોંધવામાં આવી છે.
અંજિલ બિરલા સંબંધીઓએ આ કેસ દાખલ કર્યો
આ સિવાય એકાઉન્ટ કોણ હેન્ડલ કરી રહ્યું છે
દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો
ત્યારે પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિત હેઠળ માનહાનિની ધારાઓ દાખલ કરીને કેસ નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત સાયબર સેલ દ્વારા IT Act અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ પોસ્ટ Dhruv Rathee (paro- dy) @dhruvrahtee નામથી કરવામાં આવી છે. તેથી પોલીસે આ Parody Account વિરુદ્ધ સાયબર તપાસ શરુ કરી છે. તો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અંજિલ બિરલા સંબંધીઓએ આ કેસ દાખલ કર્યો છે.
આ સિવાય એકાઉન્ટ કોણ હેન્ડલ કરી રહ્યું છે
તેથી આ પોલીસ ફરિયાદમાં Parody Account સાથે Youtuber Dhruv Rathee ના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ કે.... જે એકાઉન્ટ પરથી આ ટ્વીટ કરવામાં આવી છે તે સાચું છે કે નહીં, આ સિવાય એકાઉન્ટ કોણ હેન્ડલ કરી રહ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે. તો Youtuber Dhruv Rathee સોશિયલ મીડિયાની દુનિયામાં તેના લાખો ફોલોઅર્સ છે.
દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો
Dhruv Rathee તેના માહિતી આપતા વીડિયો માટે જાણીતા છે, જેમાં Dhruv Ratthi કોઈપણ વિષયને ખૂબ જ વિગતવાર સમજાવે છે. આ સિવાય Dhruv Rathee ઘણી વખત મોદી સરકારની ટીકા પણ કરી છે. હાલમાં જ Dhruv Rathee સમાચારમાં એટલા માટે હતા કારણ કે તેમણે ભારતની તુલના ઉત્તર કોરિયા સાથે કરી હતી અને કહ્યું હતું કે મોદી શાસનમાં દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો: Delhi પોલીસની કાર્યવાહી, શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર કરાયેલી અભદ્ર ટિપ્પણી પર FIR દાખલ…