Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યોગી આદિત્યનાથને CM પદ પરથી 20 નવેમ્બર બાદ હટાવાશે: અખિલેશ યાદવ...

ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે એક મોટો દાવો કર્યો છે. તેમના દાવાના કારણે સમગ્ર રાજનીતિક ક્ષેત્રમાં હડકંપ મચ્યો છે.
યોગી આદિત્યનાથને cm પદ પરથી 20 નવેમ્બર બાદ હટાવાશે  અખિલેશ યાદવ
Advertisement
  • યોગીજી લાંબો સમય સુધી હવે મુખ્યમંત્રી નહી રહે
  • અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવ્યો મોટો દાવો
  • મહારાષ્ટ્ર ચૂંટણી બાદ યોગી આદિત્યનાથને હટાવી દેવાશે

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે એક મોટો દાવો કર્યો છે. તેમના દાવાના કારણે સમગ્ર રાજનીતિક ક્ષેત્રમાં હડકંપ મચ્યો છે. તેમણે દાવો કર્યો કે, યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પરથી હટાવાશે.

Advertisement

આ પણ વાંચો : દિલ્હીમાં Drugs Consignment કર્યું જપ્ત, કિંમત જાણીને સ્તબ્ધ થઈ જશો

Advertisement

યુપીમાં રાજનીતિ પોતાની ચરમસીમાએ

UP Byelection 2024 : ઉત્તરપ્રદેશમાં 9 સીટો પર થઇ રહેલી પેટા ચૂંટણી વચ્ચે નેતાઓની નિવેદનબાજી હવે સતત ચાલતી રહેતી હોય છે. સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે શુક્રવારે કરહલમાં પેટાચૂટણી અંગે એક જનસભાને સંબોધિત કરી હતી. અખિલેશ યાદવે પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર સીધો જ શાબ્દિક પ્રહાર કરતા મોટો ચોંકાવનારો દાવો પણ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Veraval: એક પરિવારના 9 સભ્યોની ગેંગે રાજ્યભરમાં આચર્યા 11 ગુનાઓ, આખરે પોલીસે કર્યો પર્દાફાશ અને...

સમાજમાં અંદરો અંદર બિછાવી રહ્યા છે બારૂદ

અખિલેશ યાદવે કરહલમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશની ખુરશી પણ જતી રહેવાની છે. આ અમારા મુખ્યમંત્રીજી સમાજની અંદરો અંદર દારૂગોળો બિછાવી રહ્યા છે. જો કે તેમની નીચે સુરંગ છવાઇ રહી છે. આ જે બારુદ બિછાવી રહ્યા છે તેઓ એટલા માટે બિછાવીર હ્યા છે કે તેમની ખુરશી પણ ખતરામાં છે.

આ પણ વાંચો : મુસ્લિમોને પાર્ટીઓ વપરાશ કરીને ત્યજી દે છે! ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

સપા પ્રમુખે કહ્યું કે, કરહલથી ઐતિહાસીક જીત થશે. વહેંચવાની રાજનીતિ સફળ નહીં થાય. અહીં જનતા અને ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. નવયુવાનને ગેરમાર્ગે દોરીને નોકરી નથી અપાઇ રહી. તેમના ભવિષ્યની સાથે રમત કરી રહ્યા છે.

આ પણ વાંચો :Bharuch: શુકલતીર્થ ગામે જાત્રાના અંતિમ દિવસે નદીમાં 3 લોકો ડૂબ્યા, પરિવારે કર્યા આવા આક્ષેપો

તમામ સીટ પર હારી રહ્યું છે ભાજપ

ભાજપ તમામ 9 સીટો પર હારવાનું છે. ભાજપની અંદરના લોકો સહયોગી દળો પણ વહેંચાશું તો કપાઇશુંના નારાને સ્વિકાર નથી કરી રહ્યા. બુલડોઝરને હંમેશા માટે ખતમ કરી દેવાયા છે. તેના માટે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરુ છું. અધિકારીને કાર્યવાહીનો સામનો કરવો પડશે. નવયુવાનોની વાતોનું માનવું જોઇએ. જે દાવા કરે છે કે અમે રેકોર્ડ પરીક્ષા કરાવી શકે છે તો તેમની માંગણીઓ માનવી જોઇએ.

આ પણ વાંચો :Champions Trophy 2025 : ICC ની પાકિસ્તાનને ઝાટકણી!

Tags :
Advertisement

Trending News

.

×