ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જો આદિત્યનાથને જીવતા રાખવા હોય તો બ્રાહ્મણોને મારવા... 'આ શું બોલી ગયા કોંગ્રેસ નેતા?'

Congress Leader Randeep Surjewala : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી (Haryana Assembly Elections) ને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે ત્યારે નેતાઓ પોતાના નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો લાવતા જોવા મળી રહ્યા છે. આવું જ કઇંક તાજેતરમાં જોવા મળ્યું હતું, જ્યા કોંગ્રેસના નેતા...
12:29 PM Sep 30, 2024 IST | Hardik Shah
Congress Leader Randeep Surjewala

Congress Leader Randeep Surjewala : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી (Haryana Assembly Elections) ને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે ત્યારે નેતાઓ પોતાના નિવેદનોથી રાજનીતિમાં ગરમાવો લાવતા જોવા મળી રહ્યા છે. આવું જ કઇંક તાજેતરમાં જોવા મળ્યું હતું, જ્યા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા (Congress Leader Randeep Surjewala) એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. સુરજેવાલાએ કૈથલના બ્રાહ્મણ સમાજ સંમેલનમાં હાજરી આપતા કહ્યું કે, ભાજપ બ્રાહ્મણ વિરોધી છે અને બ્રાહ્મણોની હત્યા કરીને યોગી આદિત્યનાથનું કદ વધ્યું છે.

સુરજેવાલાએ યુપી નેતૃત્વ પર કર્યો કટાક્ષ

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપની સરકાર સામે વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. સુરજેવાલાએ ઉત્તર પ્રદેશની રાજકીય સ્થિતિ, યોગી આદિત્યનાથનું નેતૃત્વ અને બ્રાહ્મણ સમાજના શોષણ અંગે સવાલ ઉઠાવ્યા હતા. સુરજેવાલાએ જણાવ્યું કે, દેશનું નેતૃત્વ મોટાભાગે ઉત્તર પ્રદેશના રાજકીય માધ્યમથી આવે છે. સુરજેવાલાએ હરિયાણાના સત્તાધારી ભાજપને બ્રાહ્મણોના વિરોધી ગણાવ્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું, "હરિયાણામાં બ્રાહ્મણ સમુદાય પર અત્યાચારો થયા છે, આપણા પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ યોગી સરકાર હેઠળના દરેક જિલ્લામાં બ્રાહ્મણો પર અત્યાચાર થયા જ છે. આ સાથે તેમણે યોગી આદિત્યનાથ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમનું તો નામ પણ વાસ્તવિક નથી. મેં એકવાર તેમને કહ્યું હતું કે મને તમારું સાચું નામ જણાવે. માત્ર કેસરી પહેરવાથી વ્યક્તિ કેસરને લાયક નથી બની જતો. તેમણે આગળ કહ્યું કે, બ્રાહ્મણોની હત્યા કરીને તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ સિદ્ધ કરવામાં આવી રહી છે. બ્રાહ્મણોને મારીને તેમની રાજકીય હત્યા બાદ યોગી આદિત્યનાથનું કદ વધ્યું છે."

તમે લોકો મારા આચરણના સાક્ષી છો : કોંગ્રેસ નેતા

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે, હરિયાણામાં બ્રાહ્મણ સમુદાય પર અત્યાચાર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં બ્રાહ્મણો પર અત્યાચારની કહાની પણ છે. આખરે યુપીનું બ્રાહ્મણ નેતૃત્વ ક્યાં છે? ભાજપના લોકોએ ત્યાંના દરેક વ્યક્તિને પસંદગીપૂર્વક નકારી કાઢ્યા છે. સુરજેવાલાએ કહ્યું, હું કુર્તા પાયજામા પહેરું છું. તે સફેદ ભલે હોય પણ તમે લોકો મારા આચરણના સાક્ષી છો. તેમણે કહ્યું કે, આજના ભાજપ વિશે માત્ર બે લીટી સાચી છે. એવો કોઈ સગો નથી કે જેને તેમણે ઢગ્યો નથી. તમે કાનપુર, બનારસ, લખનૌ જાઓ અને પૂછો. ભાજપના લોકોએ દરેક વ્યક્તિને પસંદગીપૂર્વક નકારી કાઢ્યા છે. તેમનું નેતૃત્વ સમાપ્ત કરવામાં આવ્યું હતું. તમે ભલે જૈન સાધુઓની જેમ કોઈ વસ્ત્રો ન પહેરો, પણ જો તમારું આચરણ ન્યાયી હશે તો તે ચોક્કસ દેખાશે. ભગવો પવિત્રતાનું પ્રતિક છે, ભાજપનું નહીં. તેથી જ જ્યારે પંડિત નેહરુએ પ્રથમ વખત ધ્વજ ફરકાવ્યો ત્યારે તેનો ઉપરનો રંગ ભગવો હતો.

આ પણ વાંચો:  શાહનો ખડગે પર કટાક્ષ, કહ્યું - તેઓ લાંબુ જીવે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થતું જુએ

Tags :
BJPCongressCongress LeaderCongress Leader NewsCongress leader Randeep SurjewalaGujarat FirstHardik ShahHaryana Assembly Electionrandeep singh surjewalaRandeep SurjewalaYogi Adityanath
Next Article