ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

XPoSat Mission : નવા વર્ષમાં ISRO એ રચ્યો ઇતિહાસ! XPoSat સેટેલાઇટ લોન્ચ, જાણો તેના વિશે

નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ઇતિહાસ રચવા જઈ રહી છે. ISRO એ વર્ષના પહેલા અંતરિક્ષ મિશન એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ (XPoSat Mission) લોન્ચ કર્યું છે. જણાવી દઈએ કે, સોમવારે સવારે 9.10 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન...
09:42 AM Jan 01, 2024 IST | Vipul Sen

નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ઇતિહાસ રચવા જઈ રહી છે. ISRO એ વર્ષના પહેલા અંતરિક્ષ મિશન એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ (XPoSat Mission) લોન્ચ કર્યું છે. જણાવી દઈએ કે, સોમવારે સવારે 9.10 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) ના પ્રથમ લોન્ચ પેડ પરથી ISRO એ PSLV-C58 XPoSat નું લોન્ચિંગ કર્યું છે.

આ મિશન સાથે અમેરિકા પછી ભારત બ્લેક હોલ (આકાશગંગા) અને ન્યુટ્રોન તારાઓના અભ્યાસ માટે વિશેષ ઉપગ્રહ મોકલનાર વિશ્વનો બીજો દેશ બની ગયો છે. આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલવાનું છે. ISRO ના ચંદ્રયાન-3 (Chandrayaan-3) અને આદિત્ય એલ 1 (Aditya L1) મિશન પછી હવે અવકાશ સંશોધનની દિશામાં આ દેશનું એક નવું અને ઐતિહાસિક પગલું છે. ISRO ના જણાવ્યા મુજબ, PSLV-C58 કોડવાળું ભારતીય રોકેટ PSLV-DL વેરિયન્ટ, 44.4 મીટર ઊંચું અને 260 ટન વજન ધરાવે છે. માહિતી અનુસાર, XPoSat (XPoSat Mission) એક્સ-રે સ્ત્રોતો શોધવા અને 'બ્લેક હોલ્સ'ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે. XPoSat નો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે.

અહીં જોવાશે લાઇવ :

ઈસરોના આ મિશનને (XPoSat Mission) તેની સત્તાવાર વેબસાઈટ અને સોશિયલ મીડિયા ચેનલો પર લાઈવ જોઈ શકાશે. XPoSat ને PSLV-C58 અવકાશયાન દ્વારા વહન કરવા માટે નીચા પૂર્વ તરફના ઝોકની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. PSLV-C58 રોકેટ એક્સપોઝેટ સાથે 10 અન્ય ઉપગ્રહ 'PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ'ને પણ અવકાશમાં લઈ જશે.

આ પણ વાંચો - ISRO : નવા વર્ષથી શરૂઆત સાથે દેશને મળશે મોટી ભેટ! આજે આ સેટેલાઇટ થશે લોન્ચ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Andhra PradeshChandrayaan-3 and Aditya L1Gujarat FirstGujarati NewsISROnational newsPoemPSLV-DLSDSCSriharikotaXPoSatXPoSat MissionXSPECT Pelod
Next Article