Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાહ આને કહેવાય Teacher! વિદ્યાર્થીઓની 17 કરોડ રૂપિયાની ફી માફ કરી

Teacher: અત્યારે ભારતમાં ઘણા વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે. જેના માટે અનેક કોચિંગ ક્લાસ પણ ચાલી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસુલ કરવામાં આવે છે. પરંતુ એક એડટેક કંપનીએ પોતાના વિદ્યાર્થીઓની 17 કરોડ રૂપિયાથી પણ વધારે...
10:52 PM Feb 12, 2024 IST | VIMAL PRAJAPATI
Teacher

Teacher: અત્યારે ભારતમાં ઘણા વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે. જેના માટે અનેક કોચિંગ ક્લાસ પણ ચાલી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસુલ કરવામાં આવે છે. પરંતુ એક એડટેક કંપનીએ પોતાના વિદ્યાર્થીઓની 17 કરોડ રૂપિયાથી પણ વધારે ફી માફ કરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે આ કંપનીનું નામ ફિઝિક્સ વાલા છે, જેના ફાઉન્ડર અલખ પાંડે છે. આ શિક્ષક પોતાના શૈક્ષણિક વીડિયોને લઈને વિદ્યાર્થીઓમાં સારી એવી નામના પણ ધરાવે છે. આ સાથે તેમના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતા રહે છે.

એક સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે એડટેકની મુખ્ય ફિઝિક્સ વાલાએ સોમવારે જણાવ્યું હતું કે તેના સ્થાપક અલખ પાંડેએ 2023-24 શૈક્ષણિક વર્ષ માટે 51,000 વંચિત વિદ્યાર્થીઓની ફી માફ કરી દીધી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીના રાઈટ ટુ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ, NEET, JEE, કોમર્સ, આર્ટસ અને ધોરણ 9-12 કોચિંગના વિવિધ અભ્યાસક્રમો માટે ફી માફી આપવામાં આવી હતી.

કોચિંગ ક્લાસે બતાવી પોતાની દરિયાદીલી

ઉલ્લેખનીય છે કે, અત્યારે દેશમાં અનેક કોંચિંગ ક્લાસ ચાલી રહ્યા છે. જેમાં ક્લાસ વાળા તગડી ફી વસુલતા હોય છે. જોકે, વિદ્યાર્થીઓ તેના માટે પૈસા ચૂકવે પણ છે. કારણ કે, વિદ્યાર્થીઓ અત્યારે જાહેર પરીક્ષાઓમાં પાસ થવા માંગે છે. આ કોચિંગ ક્લાસિસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ દરેક ક્લાસિસના ઓનલાઈન પ્લેટફોર્મ પણ છે, જેના દ્વારા પણ તેઓ તગણી કમાણી કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે શિક્ષણ એક વ્યવસાય થઈ ગયો છે, જે ખુબ વેચાઈ પણ રહ્યો છે. આ દરમિયાન કોઈ કોચિંગ ક્લાસ આવી દરિયાદીલી બતાવે તે ખુબ જ સારી વાત છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Tejashwi Yadav: ‘ફક્ત ગુજરાતીઓ જ ઠગ...’ માનહાનિના કેસમાં કાલે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો 

Tags :
Best TeacherBestTeacherclassteachereducationeducation industry
Next Article