Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અઠવાડીયામાં 90 કલાક કામ કરો, મારુ ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ કરાવત

L&T ના ચેરમેન એસ.એન સુબ્રહ્મણ્યન સોશિયલ મીડિયા પર અચાનક ચર્ચામાં આવી ગયા છે. જેનું કારણ છે તેમનું એક નિવેદન, જેમાં તેમણે એક અઠવાડીયામાં 90 કલાક સુધી કામ કરવા માટેની સલાહ આપી હતી.
અઠવાડીયામાં 90 કલાક કામ કરો  મારુ ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ કરાવત
Advertisement
  • ઘરે બેસીને પત્નીઓનું મોઢુ ક્યાં સુધી જોયા કરશો
  • પરિવારમાં ઓછો અને કાર્ય સ્થળે મહત્તમ સમય વિતાવો
  • નારાયણ મૂર્તિ કરતા પણ એક ડગલું આગળ નિકળ્યાં

નવી દિલ્હી : L&T ના ચેરમેન એસ.એન સુબ્રહ્મણ્યન સોશિયલ મીડિયા પર અચાનક ચર્ચામાં આવી ગયા છે. જેનું કારણ છે તેમનું એક નિવેદન, જેમાં તેમણે એક અઠવાડીયામાં 90 કલાક સુધી કામ કરવા માટેની સલાહ આપી હતી. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે જે ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

Advertisement

ઇન્ફોસિસના કો ફાઉન્ડર એન.આર નારાયણ મૂર્તિએ અઠવાડીયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપી, તે અંગે દેશ અને વિદેશમાં ભારે વિવાદ થયો હતો. હવે એક બીજી મોટી કંપનીના ચેરમેને વિવાદિત નિવેદન આપ્યું છે. જે સમાચારમાં છે. એલએન્ડટીના ચેરમેને પોતાના કર્મચારીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અઠવાડીયાના 90 કલાક કામ કરવા માટેની ભલામણ કરી છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, ઘરે રહીને શું કરશો કેટલો સમય સુધી પોતાની પત્નીને જોતા રહેશો? ક્યાં સુધી તમારી પત્ની પણ તમને જોયા કરશે.

Advertisement

આ પણ વાંચો : Gujarat: રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

Advertisement

મારી પાસે સત્તા હોય તો હું રવિવારે પણ કામ કરાવીશ

લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એસ.એન સુબ્રમણ્યનએ આ ભલામણ વીડિયો કોન્ફરન્સ દ્વાા પોતાના કર્મચારીઓ સાથે વાત કરતા આપી હતી. તેમણે અઠવાડીયામાં 90 કલાક કામ કરવાની ભલામણ કરતા પોતે પણ રવિવારે ઓફીસમાં કામ કરતા હોવાનું જણાવ્યું હતું. સાથે કર્મચારીઓને પણ રવિવારે કામ કરવા માટે આવવા ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે, મારા હાથમાં હોય તો હું રવિવારે પણ કામ કરાવતો હોત. આ નિવેદન તેમણે ત્યારે આપ્યું જ્યારે કંપનીમાં 6 દિવસના અઠવાડીયા અંગે ચર્ચા ચાલી રહી હતી.

હું પણ રવિવારે કામ કરુ છું તમે પણ કરો

એલએન્ડટીના ચેરમેન ન માત્ર અઠવાડીયાના 90 દિવસ કામ કરવા માટેની સલાહ કર્મચારીઓને આપી. તેમણે કહ્યું કે, તમેઘરે રહીને પોતાની પત્નીને ક્યાં સુધી જોયા કરશો, ઘરે ઓછા અને કાર્યાલયમાં વધારે સમય વિતાવો. સુબ્રમણ્યમે કર્મચારીઓને કહ્યું કે, મને તે વાતનો અફસોસ છે કે હું તમારી પાસે રવિવારે કામ નથી કરાવી શકતો. જો તેવું હોત તો હું તે કરી શકત.તમે રવિવારે પણ કામ કરો તો મને આનંદ થશે, કારણ કે હું પોતે પણ રવિવારે કામ કરુ છું.

આ પણ વાંચો : મથુરા શ્રીકૃષ્ણની જન્મભૂમિ, ત્યાં મસ્જિદનું કંઇ જ કામ નથી: બાબા રામદેવ

ચીની વર્ક કલ્ચરનું આપ્યું ઉદાહરણ

90 Hours Week ની ભલામણ કરતા એલએન્ડટીના ચેરેમને એક ચીની વ્યક્તિની સાથે પોતાની વાતચીતનું ઉદાહરણ રજુ કર્યું. તેમણે કહ્યું કે, તે વ્યક્તિએ દાવો કર્યો હતો કે, ચીન, અમેરિકાથી પણ આગળ નિકળી શકે છે, કારણ કે ચીની કર્મચારી અઠવાડીયામાં 90 કલાક કામ કરે છે. જ્યારે અમેરિકામાં 50 કલાક કામ કરે છે. જો તમારે વિશ્વમાં સૌથી ઉપર રહેવું હોય તો અઠવાડીયામાં કેટલાક કલાક સુધી તમે કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની ટીકા પણ ખુબ જ થઇ રહી છે.

આ પણ વાંચો : 'ઈન્ડિયા બ્લોક સમાપ્ત', કોંગ્રેસના નેતા પવન ખેરાએ કર્યો મોટો દાવો , કહ્યું- ગઠબંધન ફક્ત લોકસભા ચૂંટણી સુધી જ હતું

Tags :
Advertisement

Trending News

.

×