"બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું" CM યોગીને ધમકી આપનાર મહિલાની મુંબઈ પોલીસે કરી ધરપકડ
- યોગી આદિત્યનાથને ધમકી આપનાર મહિલાની ધરપકડ
- ઉત્તર પ્રદેશ CMને જાનથી મારવાની ધમકી; આરોપી મહિલાની ધરપકડ
- મુંબઈમાં યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી આપનાર મહિલા પકડાઈ ગઇ
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી સેલિબ્રિટી, નેતાઓને ધમકી આપવાનો જાણે ટ્રેન્ડ ચાલું થઇ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, જેણે આ ધમકી આપી હતી તે આરોપીની મુંબઈ પોલીસે (Mumbai Police) ધરપકડ કરી દીધી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર આ એક મહિલા છે જેની ઓળખ 24 વર્ષીય ફાતિમા ખાન તરીકે થઈ છે. ફાતિમા ખાન (Fatima Khan) ઉલ્હાસનગરની રહેવાસી છે. જેના પિતા ફર્નિચરના વેપારી છે. વળી આરોપી મહિલાએ Bsc ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી Bsc કર્યું છે.
ધમકી આપનાર મહિલાની ધરપકડ કરવામાં આવી
પોલીસનું કહેવું છે કે મહિલા શિક્ષિત છે પરંતુ તેની માનસિક સ્થિતિ સારી નથી. જણાવી દઈએ કે મુંબઈ ટ્રાફિક પોલીસના WhatsApp પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જો આદિત્યનાથ 10 દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે તો તેમને પણ બાબા સિદ્દીકીની જેમ જ ભોગવવું પડશે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ મેસેજ ફાતિમા ખાનના નંબર પરથી આવ્યો હતો. મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે પોલીસ સાથે મળીને ઓપરેશન હાથ ધર્યું હતું અને મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જણાવી દઈએ કે CM યોગી મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા જઈ રહ્યા છે.
CM યોગીને ધમકી આપનાર મહિલાની મુંબઈ પોલીસે કરી ધરપકડ@myogiadityanath @Navimumpolice @CPMumbaiPolice #India #BigBreaking #YogiAdityanath #CM #MumbaiPolice #GujaratFirst pic.twitter.com/PE3NhUZxjj
— Gujarat First (@GujaratFirst) November 3, 2024
CM યોગીને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની 12મી તારીખે NCP ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. તેઓ તેમના ધારાસભ્ય પુત્રની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે શૂટરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ વર્ષે જ CM યોગીને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તાજેતરમાં ડાયલ 112 પર કોઈએ ફોન કરીને ધમકી આપી હતી. આ પછી CM યોગીને ટ્વિટર અને ફેસબુક પર પણ ધમકી આપવામાં આવી હતી. યુપી પોલીસે થોડા દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. ફુલવરિયા શરીફમાં એક વ્યક્તિએ ફેસબુક પર ધમકી આપી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને શનિવારે સાંજે એક ધમકી મળી હતી, જેમાં એક મેસેજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો યોગી 10 દિવસમાં પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે તો અમે તેમને બાબા સિદ્દીકીની જેમ મારી નાખીશું. UP ના મુખ્યમંત્રીને ધમકી મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા એલર્ટ પર રાખવામાં આવી હતી. એક તરફ મુંબઈ પોલીસે આ કોલની તપાસ શરૂ કરી છે અને મેસેજ મોકલનારા વ્યક્તિને શોધી રહી છે. બીજી તરફ આ અંગે UP પોલીસને તેની વિગતો મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો: Yogi..જો રાજીનામુ નહી આપો તો તમારી હાલત બાબા સિદ્દીકી જેવી થશે