ચૂંટણી પૂર્ણ થતાની સાથે સરકાર એક પછી એક આપી રહી ઝટકા, હેવ Toll Tax માં કરાયો વધારો
Toll Tax Rate 2024: Lok Sabha Election 2024 ના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના Toll Tax માં વધારો કરવાનો આદેશ જારી કર્યો છે. વધેલા દર 2 June ની રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે. NHAI અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર જેવા નાના વાહનોના Toll Tax માં ટોલ દીઠ રૂ. 5 અને ટ્રક જેવા ભારે વાહનો માટે રૂ. 20નો વધારો કરવામાં આવ્યો છે.
Lok Sabha Election હોવાથી આ નિર્ણય મોકૂફ હતો
વધેલા દર 2 June ની રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે
100 Toll Plaza નો પણ સમાવેશ થાય છે
NHAI UP પ્રાદેશિક અધિકારી સંજીવ શર્માએ જણાવ્યું છે કે Toll Tax વધારવાનો આદેશ દિલ્હી મુખ્યાલયથી જારી કરવામાં આવ્યો છે. વધેલા દર રવિવારે 2 June ની રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવી રહ્યા છે. ટોલના દર 5 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે. વધેલા દર NHAI દ્વારા સમગ્ર દેશમાં વિસ્તરેલા તમામ હાઈવે પર અસરકારક રહેશે. તેમાં UP માં આવેલા લગભગ 100 Toll Plaza નો પણ સમાવેશ થાય છે
Lok Sabha Election હોવાથી આ નિર્ણય મોકૂફ હતો
નોંધનીય છે કે NHAI એ અગાઉ 1 April થી NHAI પરના ટોલ પ્લાઝા પર વાહનોના ટોલના દરમાં વધારો કરવાનો આદેશ જારી કર્યો હતો. તે દરમિયાન Lok Sabha Election હોવાને કારણે આ વધારાનો નિર્ણય થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. 1 June ના રોજ લોકસભાની બેઠકોના સાતમા તબક્કાનું મતદાન સમાપ્ત થવાની સાથે જ સત્તાધિકારીએ Toll Tax વધારવાનો આદેશ જારી કર્યો છે.