Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું LPG બાદ પેટ્રોલ અને ડીઝલમાં પણ થશે ઘટડો ?

મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડરની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની...
શું  lpg બાદ પેટ્રોલ અને ડીઝલમાં પણ થશે ઘટડો
મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડરની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે.
સિટીગ્રુપ ઇન્ક. અનુસાર, રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી ફુગાવો ઘટી શકે છે અને કેટલાક મોટા તહેવારો અને મુખ્ય ચૂંટણીઓ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. ત્યારે ગેસના ભાવ ઘટાડવાના નિર્ણયથી ફુગાવાના દરમાં 30 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ટામેટાના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનો વધારો 6 ટકાથી નીચે જવાનો છે. જુલાઈમાં ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો હતો અને અધિકારીઓ છૂટક કિંમતો ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે.
ખાદ્યપદાર્થોના ભાવ ઘટાડવા પર ધ્યાન
ભારત સરકાર ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, સરકારે ચોખા, ઘઉં, ડુંગળી અને અન્ય અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી કરીને વધતી કિંમતોથી રાહત મળી શકે.
વર્ષના અંતે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે
આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આ પછી 2024ની શરૂઆતમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે. ત્યારે આગામી સમયમાં તિજોરીમાંથી વધુ નાણાં ખર્ચવામાં આવી શકે છે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો!
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા હોવા છતાં, ગેસોલિન અને ડીઝલના પંપ ભાવ એક વર્ષથી વધુ સમયથી યથાવત છે. તેમણે કહ્યું કે ઈંધણની કિંમતમાં કોઈપણ ઘટાડો એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા દ્વારા કરી શકાય છે.અમેરિકામાં ક્રૂડ ઓઈલના વપરાશનો આંકડો આવી ગયો છે. મળતી અનુસાર, ત્યાં ક્રૂડની ઇન્વેન્ટરીમાંથી 11.486 મિલિયન બેરલ ક્રૂડ લેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે માત્ર 2.418 મિલિયન બેરલ ક્રૂડ ખેંચાયા હતા. આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં ક્રૂડ ઈન્વેન્ટરીમાંથી 44 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનો ચોખ્ખો ઉપાડ થયો છે. . ગયા સપ્તાહની સરખામણીમાં આ બેરલ દીઠ $1.50 નો વધારો છે. મંગળવારે બજાર બંધ થવા પર, બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $85.49 પર બંધ થયું. વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ અથવા WTI ક્રૂડ પણ પ્રતિ બેરલ $81.16 પર ટ્રેડ થઈ રહ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.