15 લાખનું દેવું કરી પત્નીને બિનકાયદેસર સરકારી નોકરી અપાવી, પત્નીએ કર્યો કાંડ
- પતિએ દેવું કરીને પત્નીને સરકારી નોકરી અપાવી દીધી
- ડમી ઉમેદવાર બેસાડી પત્નીને સરકારી નોકર બનાવી દીધી
- પત્નીએ નોકર મળતાની સાથે જ પતિને કહી દીધું અલવીદા
નવી દિલ્હી : કોટામાં એક પતિએ પોતાની પત્ની પર સરકારી નોકરી માટે એક ડમી ઉમેદવાર રાખ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. 15 લાખનું લેણું કરીને પત્નીને નોકરી અપાવી, જો કે પત્ની નોકરી લાગ્યા બાદ તે પતિને છોડીને જતી રહી હતી.
રાજસ્થાનમાં રેલવેની ભરતીમાં અનેક ગોટાળા
રાજસ્થાનમાં સરકારી પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડીને સરકારી નોકરી લગાવવાના મામલે આપણે અનેક મામલાઓ સાંભળતા હોઇએ છીએ. સરકારી એજન્સીઓ સમગ્ર મામલે ખુલાસા કરે છે. જો કે રાજસ્થાનના કોટામાં એક પત્નીના કૌભાંડનો પર્દાફાશ તેના જ પતિએ કર્યો છે. મહિલા હાલમાં કોટા ડીઆરએમ ઓફીસમાં સરકારી નોકરી કરી રહી છે. જેના પતિ મનીષ મીણાએ પત્રકાર પરિષદ કરીને આરોપ લગાવ્યો કે, તેની પત્ની સપના મીણા વર્ષ 2019 માં આરઆરબી બોર્ડ અજમેર ગ્રુપ ડીની ભરતીમાં જોડાઇ હતી.
આ પણ વાંચો : Coldplay Concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ, ટિકિટ ખરીદારો શોધે છે
2023 ની પરીક્ષામાં ડમી ઉમેદવારને બેસાડવામાં આવ્યો
2023 માં જ્યારે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સપનાએ પોતાના એક સંબંધી દ્વારા નકલી ઉમેદવારને પરીક્ષામાં બેસાડી દીધો. જેના 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો. આ રૂપિયા મનીષ મીણાએ દેવું કરીને આપ્યો હતો. નોકરી લાગ્યા બાદ સપનાએ ટ્રેનિંગ કરી અને પછી કોટામાં જ વર્ષ 2024 માં નોકરી જોઇન કરી હતી. નોકરીએ લાગ્યા બાદ સપનાએ પોતાના પતિ મનીષને છોડી દીધો હતો.
સમગ્ર રાજસ્થાનમાં ચકચાર જગાવનારો મામલો
મનીષે રેલવેના અધિકારીઓને આ મામલે ફરિયાદ કરી તો સપના મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવી. તેની વિરુદ્ધ હાલમાં રેલવે દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ મામલે રેલવે અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર તપાસ થયા બાદ જ આ મામલે હકીકત સામે આવશે. હાલ તો આ ગોટાળ સામે આવ્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બનેલો છે. કારણ કે રેલવે જેવી પરીક્ષાઓમાં પણ ડમી ઉમેદવાર બેસાડીને લોકો પરીક્ષા અપાવાઇ રહી છે.
આ પણ વાંચો : દુલ્હને કહ્યું મારી હલ્દી છે મને જવા દો, પંજાબ પોલીસે કહ્યું મોઢું તો મીઠુ કરાવવું જ પડશે