303 માંથી 240 પર કઇ રીતે આવ્યું ભાજપ, ગડકરીએ સીટ ઘટવા અંગે કર્યો ઘટસ્ફોટ
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું કે, મને લાગે છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ભારતની જીત હતી. ભાજપે સરકારની રચના કરી અને મને 100 ટકા વિશ્વાસ છે કે આગામી ચાર રાજ્યોની ચૂંટણીમાં અમને સ્પષ્ટ બહુમતી મળશે. લોકોને ભાજપ અને ભાજપના નેતૃત્વ પર સંપુર્ણ વિશ્વાસ છે. તેઓને ખબર છે કે, આ એક જ પક્ષ હાલ સૌથી વધારે સક્ષમ છે.
આ પણ વાંચો : માત્ર 'મુરલી' જ નહીં 'સુદર્શન' ચક્રનો પણ ઉપયોગ કરવો પડશે - UP ના CM યોગીએ આવું કેમ કહ્યું?
સીટો ઘટવા અંગે ગડકરીનો મોટો દાવો
Nitin Gadkari Latest News : લોકસભા ચૂંટણી 2024 માં ભારતીય જનતા પાર્ટીની સીટો ઘટવાની કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કારણ જણાવી દીધું છે. તેમણે આ અંગે વિપક્ષી દળો પર મતદાતાઓને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખેડૂતો અને પછાત વર્ગનો ખાસ ઉલ્લેખ કર્યો છે. જૂનમાં સંપન્ન થયેલી ચૂંટણી ભાજપ પોતાના દમ પર બહુમતિ પ્રાપ્ત કરવામાં પણ અસફળ રહ્યું હતું અને 240 સીટો જીતી શકી હોત. જ્યારે 2019 માં પાર્ટીને 303 સીટો મળી હતી.
આ પણ વાંચો : Arvind Kejriwal આવતીકાલે CM પદેથી રાજીનામું આપશે, LG પાસે માંગ્યો સમય
Indian Express ના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
Indian Express ના કાર્યક્રમમાં ગડકરીને સવાલ પુછાયો કે, તો સીટોની સંખ્યાની દ્રષ્ટીએ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો કેમ લાગ્યો? તે અંગે તેમણે જવાબ આપ્યો કે, આ ચૂંટણી લોકોને સમજાવવા અથવા તો ભ્રમિત કરનારી હતી. પહેલા તો વિપક્ષે મતદાતાઓને ભ્રમિત કરવા માટે કાનાફુસી અભિયાન ચલાવ્યું હતું. તેમનું કહેવું હતું કે, ભાજપ ડોક્ટર ભીમરાવ આંબેડકરના સંવિધાનની વિરુદ્ધ છે અને સંવિધાન બદલી નાખશે.
આ પણ વાંચો : Bhopal માં રાણી કમલાપતિની પ્રતિમાનું અપમાન, સાંસદે કહ્યું- કાર્યવાહી કરાશે...
ગરીબો વંચિતો અને શોષીતો વચ્ચે કુપ્રચાર કરાયો
ગડકરીએ કહ્યું કે, તેમના નેતાઓએ ખાસ કરીને પછાત વર્ગમાં ડર ફેલાવ્યો કે, તેમને મળનારા લાભ બંધ કરી દેવામાં આવશે. બીજું અમારી તરફથી ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવેલા ઉપાયો તેમની વિરુદ્ધ ગણાવવામાં આવ્યો.
આ પણ વાંચો : અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, રાહુલ ગાંધી Jammu-Kashmir ને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે'
વડાપ્રધાનની કામગીરીથી લોકો સંતુષ્ટ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મને લાગે છે કે, લોકસભા ચૂંટણી ભારતની જીત હતી. ભાજપે સરકાર ફરી એકવાર બની અને મને 100 ટકા વિશ્વાસ છે કે આગામી ચાર રાજ્યોની ચૂંટણીમાં પણ અમે ખુબ જ સારુ પ્રદર્શન કરી શું. લોકોને ભાજપ પર વિશ્વાસ છે.લોકો જાણે છે કે, ભાજપ એક માત્ર એવી પાર્ટી છે કે, જે રાજ્ય અને દેશનું ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે છે. આપ પ્રદર્શન મામલે કોંગ્રેસના 60 અને ભાજપના 15 વર્ષની તુલના કરી શકો છો. તમને જવાબ મળી જશે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની જીભ કાપનારને રૂપિયા 11 લાખનું ઈનામ મળશે : સંજય ગાયકવાડ
વડાપ્રધાન પદ અંગે મોટો દાવો
PTI ભાષાના અનુસાર ગડકરીએ શનિવારે કહ્યું કે, એકવાર એક નેતાએ વડાપ્રધાન પદની દોડમાં જાય તો તેમને સમર્થન આપવા માટેની રજુઆત કરી હતી, જો કે તેમણે તેમ કહીને પ્રસ્તાવને ફગાવી દીધો કે તેમની તેવી કોઇ જ લાલસા નથી. અહીં એક પત્રકારિતા પુરસ્તા સમારોહમાં ગડકરીએ કહ્યું કે, મને એક ઘટના યાદ છેહું કોઇનું નામ નહીં લઉ... તે વ્યક્તિએ કહ્યું હતું કે, જો તમે વડાપ્રધાન બનવા ઇચ્છતા હો તો અમે તમને સમર્થન આપીશું. જો કે તેમણે તે વ્યક્તિનું નામ લેવાનો ઇન્કાર કરી દીધો. આ ઉપરાંત સમય અંગે પણ કોઇ સ્પષ્ટતા કરી નહોતી.
આ પણ વાંચો : સૌરભ ભારદ્વાજે કેજરીવાલને શ્રી રામ સાથે સરખાવ્યા; કહ્યું- તેમણે સતયુગમાં પોતાનું સિંહાસન છોડ્યું હતું, આજે...
ગડકરીનો ચોંકાવનારો દાવો
ભાજપના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો ક, જો કે મે પુછ્યું કે, તમે મારુ સમર્થન શા માટે કરવા માંગો છો અને મારે તમારુ સમર્થન શા માટે લેવું જોઇએ? વડાપ્રધાન બનવું મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી માન્યકા અને સંગઠન પ્રત્યે વફાદાર છું. હું પદ માટે ક્યારે પણ સિદ્ધાંતો સાથે સમજુતી નહીં કરું તે મારો દૃઢ નિશ્ચય છે જે ખુબ જ મહત્વપુર્ણ છે. પોતાના ભાષણોમાં ગડકરીએ પત્રકારિતા અને રાજનીતિ બંન્નેમાં નૈતિકતાના મહત્વ પર જોર આપ્યું હતું.
આ પણ વાંચો : ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે વસ્તી ગણતરી! શું જાતિ આધારિત જનગણના થશે?